ETV Bharat / city

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારને ટીકીટ આપવામાં મુંજાયુ - ભાજપનું સંગઠન ખૂબ જ મજબૂત

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં લોકસભા સીટના અપક્ષ સાંસદ મોહન ડેલકરના આકસ્મિક નિધન બાદ 30મી ઓક્ટોબરે લોકસભાની પેટા ચૂંટણીનું મતદાન છે. જે અંગે 1લી ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર દરમ્યાન ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ત્યારે પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનું નામ જાહેર કરવા કેન્દ્રીય રેલ પ્રધાન અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્ણવ સામે ઉમેદવારનું નામ જાહેર કરવામાં અનેક પડકારો આવતા નામ જાહેર કરવા ફરી આવવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારને ટીકીટ આપવામાં મુંજાયુ

author img

By

Published : Oct 5, 2021, 7:22 PM IST

  • દાદરા નગર હવેલીની લોકસભા સીટની પેટા ચૂંટણી
  • 1લી ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ ભરાશે
  • અશ્વિની વૈષ્ણવ સામે ઉમેદવારના નામ જાહેર કરવામાં પડકાર

સેલવાસ :સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા સીટની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનું નામ જાહેર કરવા સોમવારે ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવ દાદરા નગર હવેલીની મુલાકાતે પહોંચ્યાં હતા. વૈષ્ણવે દાદરા નગર હવેલીમાં કાર્યકરો સાથે બેઠક યોજી હતી, જેમાં ચૂંટણીમાં ટિકિટની ઈચ્છા ધરાવનાર ઉમેદવારોને સાંભળ્યા હતા. તેમજ કોર કમિટીમાં ગુપ્ત ચર્ચા કરી હતી. જો કે સવારથી સાંજ સુધી કાર્યકરો સાથે બેઠકનો દૌર ચલ્યા બાદ પણ ટીકીટ આપવા મામલે કોઇ નિર્ણય લેવાયો નહોતો.

દાદરા નગર હવેલી લોકસભા સીટ માટે પેટા ચૂંટણી

લોકસભા સીટના અપક્ષ સાંસદ મોહન ડેલકરના આકસ્મિક નિધન બાદ 30મી ઓક્ટોબરે દાદરા નગર હવેલી લોકસભા સીટ માટે પેટા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં દરેક પક્ષોએ 8મી ઓક્ટોબર સુધીમાં પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી ફોર્મ ભરાવવું ફરજીયાત છે. જે અંગે ક્યાં ઉમેદવારને ટીકીટ આપવી તેની ચર્ચા કરવા અને કાર્યકરોને સાંભળી ઉમેદવારનું નામ જાહેર કરવા ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્ણવ સોમવારે દાદરા નગર હવેલી આવ્યા હતાં. જ્યાં ભાજપની કોર કમિટી સાથે અને તે બાદ કાર્યકરો સાથે બેઠક યોજી મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે ઉમેદવારનું નામ જાહેર કરવા તે ફરી પાછા આવશે.

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારને ટીકીટ આપવામાં મુંજાયુ

જનતાનો વિશ્વાસ જીતવા ભાજપ મેદાને

દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણીને ધ્યાને રાખી ભાજપના સહપ્રભારી એવા ગુજરાતના પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા, નવસારીના ધારાસભ્ય પિયુષ પટેલ સાથે આવેલા અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે દાદરા નગર હવેલીની પેટા ચૂંટણી પક્ષ માટે મહત્વની ચૂંટણી છે. જેને જીતવા તેઓ તૈયાર છે. કાર્યકરોમાં જોશ છે. જનતાનો વિશ્વાસ જીતવા ભાજપ મેદાનમાં ઉતર્યું છે. અને જીત મેળવીને રહેશે.

જન સુવિધા જેવા મુદ્દાઓ પર ચૂંટણી

જનતા સમક્ષ લોકસભાની આ પેટા ચૂંટણીમાં ભાજપ વિકાસના મુદ્દા પર તેમજ દાદરા નગર હવેલીની સંસ્કૃતિ-ઇતિહાસને બરકરાર રાખી આ પ્રદેશને વિકાસની ઉંચાઈએ લઈ જવાની નેમ ધરાવે છે. પ્રદેશમાં મોટાપાયે ધમધમતા ઔદ્યોગિકરણને નવી ધારા આપવી છે. દરેક નાગરિકને રોજગારી, જન સુવિધા જેવા મુદ્દાઓ પર ચૂંટણી લડી રહ્યા હોવાનું વૈષ્ણવે જણાવ્યું હતું.

તેમની લડત આઇડીયોલોજીકલ લડત

જો કે ઉમેદવારનું નામ જાહેર કરવા ફરી પાછા આવવાની વાત કરતા ચૂંટણી પ્રભારીએ એવું પણ જણાવ્યું હતું કે ભાજપનું સંગઠન ખૂબ જ મજબૂત છે. કાર્યકરો ના બળ પર પક્ષને વિશ્વાસ છે. ભાજપ રાષ્ટ્ર પ્રથમ સદૈવ પ્રથમની ભાવનાથી ચૂંટણી લડે છે. તેમની લડત આઇડીયોલોજીકલ લડત છે. તેમની જીત કાર્યકરોની જીત હશે.

ઉમેદવારનું નામ જાહેર કરવાનું કોકડું ગુંચવાયું

ઉલ્લેખનીય છે કે દાદરા નગર હવેલીની લોકસભાની પેટા ચૂંટણીમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પૂર્વ સાંસદ નટુભાઇ પટેલ, પ્રદેશ મહામંત્રી જીતુ માઢા, અને જિલ્લા પંચાયત ના પૂર્વ ઉપપ્રમુખ મહેશ ગાવિતના નામોની ચર્ચા ચાલી રહી છે. જેમાં મુખ્ય લોકસભા ચૂંટણી આડે પણ માંડ 2 વર્ષ જેટલો સમય હોય ટિકિટની માંગણી કરનાર કાર્યકરોએ કેટલીક શરતો પક્ષ સમક્ષ મૂકી હતી. જેને લઈને હાલ ઉમેદવારનું નામ જાહેર કરવાનું કોકડું ગુંચવાયું છે. જે અંગે હવે બાકી રહેલા 4 દિવસમાં આગેવાનો કોઈ નિર્ણય લઈ યોગ્ય ઉમેદવારને ટીકીટ આપશે અને તે સર્વ માન્ય હશે તેવી ચર્ચાએ જોર પકડયું છે. તો અભિનવ ડેલકરને જ ભાજપ ટીકીટ આપી રહી છે. તેની ચર્ચા પર પણ હાલ પૂરતું પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે.

આ પણ વાંચોઃ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે BJPનો વિજયોત્સવ, Patil એ કર્યું સંબોધન

આ પણ વાંચોઃ ખુશખબર: તમામ શ્રદ્ધાળુઓ માટે ખુલ્યા ચારધામ, કોવિડ નિયમોનું કરવું પડશે પાલન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.