- સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ વાવાઝોડાની અસર
- વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી
- વાવાઝોડાની અસરથી શાકભાજીના વિક્રેતાઓ મુશ્કેલીમાં
સેલવાસ: રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ વાવાઝોડાની અસર થઈ છે. ગત મોડી રાતથી જ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના તમામ વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં ગાયત્રી મંદિર રોડ વિસ્તારમાં એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. આ સિવાય અનેક વિસ્તારોમાં પણ મોટા તોતિંગ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા.
બજારોમાં દુકાનોના બોર્ડ અને હોર્ડિંગ્સને પણ નુક્સાન
સૌથી વધુ નુક્સાન વલસાડ સેલવાસના શાયલી રોડ પર શરૂ કરવામાં આવેલી શાક માર્કેટના વિક્રેતાઓને થઈ છે. કારણકે છેલ્લા બે દિવસથી વાવાઝોડાને કારણે પ્રશાસન દ્વારા શાક માર્કેટમાંથી વિક્રેતાઓને સ્થળ છોડીને દૂર જવા માટેનું કહેવામાં આવ્યું હતું. જેથી શાકભાજી વિક્રેતાઓનેની શાકભાજીને મોટાપાયે નુકસાન થયું હતું. વાવાઝોડા જેવા માહોલને કારણે પ્રશાસને શાકના સ્ટોલ શરૂ કરવાની પરવાનગી આપી નથી. આથી શાકભાજી વિક્રેતાઓએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ સાથે જ વાવાઝોડાને કારણે માર્કેટમાં લગાવેલા સ્ટોલને પણ ભારે નુક્સાન થયું છે. શાકભાજીની લારીઓ અને શાકભાજીને પણ મોટાપાયે નુક્સાન થયું છે અને સામાન વેરણ છેરણ થઈ ગયો હતો.