ETV Bharat / city

Fire In Silvassa: સેલવાસની એક કંપનીમાં લાગી ભયાનક આગ, ફાયરની 10થી વધુ ટીમો ઘટનાસ્થળે - સેલવાસમાં ફાર્માસ્યુટિકલ્સનું ઉત્પાદન

સેલવાસના ખેરડી ગામે આવેલી આરતી સરફેક્ટન્ટ્સ કંપનીમાં ભયાનક આગ (Fire In Silvassa) લાગી છે. આગને કાબૂમાં લેવા ફાયરની 10થી વધારે ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. કંપનીમાં મોટા પ્રમાણમાં કેમિકલ ભરેલા ડ્રમ હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.

Fire In Silvassa: સેલવાસના ખેરડીમાં આવેલી કંપનીમાં લાગી ભયાનક આગ, ફાયરની 10થી વધુ ટીમો ઘટનાસ્થળે

author img

By

Published : Mar 19, 2022, 10:38 PM IST

સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલ નજીક આવેલા ખેરડી ગામે આરતી સરફેક્ટન્ટ્સ (aarti surfactants silvassa) નામની કંપનીમાં ભીષણ આગ (Fire In Silvassa) લાગતા અફરાતફરી મચી ગઇ છે. ભીષણ આગને બુઝાવવા સેલવાસ, વાપીના ફાયર ફાઈટરોને બોલાવવામાં આવ્યા છે. આગમાં જાનમાલના નુકસાનની વિગતો મળી નથી. કંપનીમાં શનિવારે રાત્રે 8 વાગ્યા આસપાસ ભીષણ આગ ભભૂકી ઉઠતા સેલવાસ, વાપી અને અન્ય ઔદ્યોગિક એકમમાંથી ફાયર ટીમ (Fire Brigade Silvassa)ને બોલાવવામાં આવી હતી.

ભીષણ આગને બુઝાવવા સેલવાસ, વાપીના ફાયર ફાઈટરોને બોલાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Gutka-tobacco seized in Silvassa: સેલવાસમાં ગુટકા-તમાકુ વેચનારાઓ પર તવાઈ, 16 લાખ રૂપિયાનો જથ્થો પોલીસે કર્યો જપ્ત

આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ- મળતી વિગતો મુજબ કંપનીમાં 8 વાગ્યા આસપાસ અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. આગનું સ્વરૂપ ખૂબ જ વિકરાળ હોઇ અને કંપનીમાં રહેલા તૈલી ઉત્પાદન (Oily products In Silvassa)ના કારણે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. ફાયરના જવાનો હાલ ફોમ અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરી રહ્યા છે.

આ પણ વાંચો: Selvas murder case: મહિલાની હત્યા કરી કાર સાથે સળગાવી દેવાના કેસમાં નર્સિંગ કોલેજનો એકાઉન્ટન્ટ નીકળ્યો હત્યારો

10થી વધારે ફાયરની ટીમ ઘટનાસ્થળ પર- કંપનીમાં લાગેલી ભીષણ આગ મેજર ફાયર હોવાનું અનુમાન લગાવી તંત્ર એલર્ટ બન્યું છે. વધુ ફાયરને બોલાવવા કંપની સંચાલકોએ પણ તજવીજ હાથ ધરી છે. હાલ કંપનીમાં જાનમાલની નુકસાની અંગે કોઈ વિગતો મળી નથી. પરંતુ કંપની ડિટરજન્ટ, ક્લીનર્સ, કોસ્મેટિક્સ અને ફાર્માસ્યુટિકલ્સના ઉત્પાદન (manufacture of pharmaceuticals In Silvassa)માં વ્યાપકપણે વપરાતું સર્ફક્ટન્ટ્સ બનાવે છે. જેને કારણે આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. કંપનીમાં મોટા પ્રમાણમાં કેમિકલ ભરેલા ડ્રમ હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કંપનીમાં મોટા ધડાકાઓના કારણે આજુબાજુ વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.