ETV Bharat / city

DNH By-Election ની લડાઈ તાનાશાહી-અન્યાયની સામે ન્યાયની લડાઈ છે: Aditya Thackeray - આદિત્ય ઠાકરે

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં યોજાનાર પેટાચૂંટણીના ( DNH By-Election ) પ્રચારના અંતિમ દિવસે સેલવાસમાં શિવસેનાના આદિત્ય ઠાકરે ( Aditya Thackeray ) સહિત શિવસેનાના નેતાઓએ અને સ્વર્ગીય સાંસદ મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકરે જાહેરસભાને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે આ લડાઈ કોઈ સામાન્ય ચૂંટણીની નથી. આ લડાઈ તાનાશાહી-અન્યાય સામે ન્યાયની લડાઈ છે.

DNH By-Election ની લડાઈ તાનાશાહી-અન્યાયની સામે ન્યાયની લડાઈ છે: Aditya Thackeray

author img

By

Published : Oct 27, 2021, 3:15 PM IST

  • સેલવાસમાં શિવસેનાની જાહેર સભા
  • આદિત્ય ઠાકરેએ જાહેર સભાને સંબોધન કર્યું
  • ડેલકર પરિવાર આ ચૂંટણી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો

સેલવાસ :- સેલવાસમાં આદિવાસી ભવન ખાતે શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરના પ્રચાર માટે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેરસભાને મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન અને શિવસેનાના આદિત્ય ઠાકરે, ( Aditya Thackeray ) સંજય રાઉત, અનિલ દેસાઈ તેમજ ડેલકર પરિવારના અભિનવ ડેલકર, સ્વર્ગીય મોહનભાઇના પત્ની અને શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરે સંબોધી હતી. તમામે આ ચૂંટણીમાં શિવસેના જીત મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સેલવાસના આદિવાસી ભવન ખાતે દાદરા નગર હવેલીની લોકસભા પેટાચૂંટણીનો ( DNH By-Election ) પ્રચાર કરવા આવેલા શિવસેનાના આદિત્ય ઠાકરેએ ( Aditya Thackeray ) જાહેર સભાને સંબોધી હતી. આદિત્ય ઠાકરેએ જાહેર સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ પેટા ચૂંટણી શિવસેના જીતશે તેવો વિશ્વાસ છે. આ લડાઈ ન્યાયની લડાઈ છે. જેમાં શિવસેના પરિવાર-ડેલકર પરિવાર આ લડાઈ જીતશે.

ડેલકરને ન્યાય મળશે તેવું આશ્વાસન આદિત્ય ઠાકરેએ આપ્યું

શિવસેનાને અન્યાય સામે ન્યાય માટે લડનારી પાર્ટી માનવામાં આવે છે

આદિત્ય ઠાકરેએ ( Aditya Thackeray ) વધુમાં જણાવ્યું હતું કે, આ પેટાચૂંટણી ( DNH By-Election ) પહેલા સ્વર્ગીય સાંસદ મોહન ડેલકરને તેની 7 ટર્મમાં જે પ્યાર મળ્યો છે. તેમણે જે કામ કર્યા છે. તેવો જ પ્યાર આ ચૂંટણીમાં જોવા મળ્યો છે. અમે આ પ્રદેશમાં તાનાશાહી ખતમ કરીશું. શિવસેનાને અન્યાય સામે ન્યાય માટે લડનારી પાર્ટી માનવામાં આવે છે. અને તેને આગળ લઈને જશું.

દાદરા નગર હવેલીની જનતા ડેલકર પરિવાર સાથે છે

આ લડાઈ તાનાશાહી-અન્યાયની સામે ન્યાયની લડાઈ છે. તેવું જણાવતા આદિત્ય ઠાકરેએ ( Aditya Thackeray ) ભાજપ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો અંગે જણાવ્યું હતું કે ભાજપ જે બોલે છે તે ખોટું બોલે છે. દાદરા નગર હવેલીની જનતા ડેલકર પરિવાર સાથે છે. આ પેટાચૂંટણીમાં ( DNH By-Election ) મોહન ડેલકરની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા આદિત્ય ઠાકરેએ દિવંગત ડેલકરના ન્યાય અંગે કહ્યું હતું કે તેમને ન્યાય મળશે. અહીંના ભૂમિપુત્રોનો અવાજ બુલંદ થશે. SIT મામલે પણ ડેલકરને ન્યાય મળશે તેવું આશ્વાસન આદિત્ય ઠાકરેએ આપ્યું હતું.

આ પણ વાંચોઃ DNH લોકસભાની પેટા ચૂંટણી બાબતે શિવસેનાના કાર્યકર્તાની ધરપકડ, સંજય રાઉત સહિતના નેતાઓની સેન્ટ્રલ ઓબ્ઝર્વર સમક્ષ રજૂઆત

આ પણ વાંચોઃ દાદરા નગર હવેલી લોકસભાની ચૂંટણીનો ઇતિહાસ, આ વખતે ભાજપ-શિવસેના વચ્ચે હશે ખરાખરીનો જંગ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.