ETV Bharat / city

રંગીલા રાજકોટમાં ગળું કાપી યુવાનની હત્યા - Murder of a young man

રાજકોટમાં દિનપ્રતિદિન ગુન્હાખોરી વધી રહી છે. બુધવારે શહેરના 150 ફૂટ રીંગ રોડ પર એક યુવકની ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ વિશે હત્યાનો ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.

રંગીલા રાજકોટમાં ગળું કાપી યુવાનની હત્યા

author img

By

Published : Sep 16, 2021, 8:11 AM IST

  • રાજકોટમાં વધી રહી છે ગુન્હાખોરી
  • 150 ફુટ રીંગ રોડ પર યુવાનની હત્યા
  • ગળુ કાપીને કરવામાં આવી હત્યા

રાજકોટ: રંગીલા રાજકોટમાં જાણે ગુન્હેગારોને પોલીસનો ડર જ નહોય તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. તાજેતરમાં જ શહેરના 150 ફૂટ રિંગરોડ પર માત્ર ફૂટપાથ પર સુવા જેવી બાબતે આધેડની પથ્થરના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. ફરી એક 30વર્ષીય યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના 150 ફૂટ રીંગરોડ નજીક આ યુવાનની હત્યા થઈ છે. ઘટના દરમિયાન યુવાન વિસ્તારમાં ઘાયલ અવસ્થામાં ભાગતો હોવાના CCTV વીડીયો પણ સામે આવ્યા છે. જેને લઈને રાજકોટ તાલુકા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : તમામ તૈયારીઓ પૂર્ણ, પણ અંતિમ સમયે શા માટે ટળી શપથવિધિ?

યુવાનની ગળું કાપીને કરાઈ હત્યા

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ પાછળ અજાણ્યા યુવાનની હત્યા થઇ છે. આ યુવાનના ગળા પર ગંભીર ઇજાના નિશાન હતા. પ્રાથમિક વિગતોમાં સામે આવી રહ્યું છે કે સ્થાનિકો ઘાયલ યુવાનને 108માં ગંભીર હાલતમાં સિવિલમાં ખસેડયો હતો પરંતુ આ યુવાનને વધુ સારવાર મળે તે પહેલાજ તેનું મૃત્યુ થયુ હતું. જો કે હત્યાનો બનાવ સામે આવતા તાત્કાલિક રાજકોટ તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. તેમજ આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી.

રંગીલા રાજકોટમાં ગળું કાપી યુવાનની હત્યા

આ પણ વાંચો :3 વર્ષમાં રાજ્યમાં ગુનાઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો: NCRB

યુવાન ભાગતો હોય તેવા CCTV ફૂટેજ આવ્યા સામે

રાજકોટ તાલુકા પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જે દરમિયાન તાલુકા પોલીસ મથકના પીઆઇ જેવી ધોળાએ ETV Bharatને જણાવ્યું હતું કે હજુ સુધી મૃતકની ઓળખાણ થઈ નથી. તેમજ ઘટના પરથી લાગી રહ્યું છે કે યુવાનની હત્યા થઈ છે. હાલ પોલીસ દ્વારા પણ આ 30 વર્ષીય યુવાન કોણ છે અને તેની સાથે શુ બનાવ બન્યો છે તે મામલે વધુ તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.