- રાજકોટમાં યુવતી દ્વારા કરફ્યુ ભંગની ઘટના
- યુવતીએ પોતાનો ડાન્સિંગ વીડિયો બનાવ્યો
- બાદમાં મીડિયાને બોલાવી માફી માગી લીધીરાજકોટ
રાજકોટ: શહેરમાં વધુ એક વખત રાત્રિ કરફ્યુ ભંગનો વીડિયો સામે આવ્યો છે. જેમાં મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે આવેલા સર્વિસ રોડ પર એક યુવતીએ પોતાનો ડાન્સિંગ વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. વીડિયો બનાવ્યા બાદ યુવતીએ તેને પોતાની સોશિયલ મીડિયાની સાઇટ્સ પર અપલોડ કર્યો હતો. ત્યારબાદ પોલીસના ડરથી તેણે આ વીડિયો ડિલિટ કરી નાખ્યો હતો અને યુવતીએ પોતાનો પક્ષ રાખવા મીડિયા સમક્ષ જાહેરમાં માફી માંગી વીડિયો ડીલીટ કર્યો હતો.
![રાજકોટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11410127_1073_11410127_1618470528429.png)
![રાજકોટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-01-karfyu-bhang-avb-rtu-gj10061_15042021115634_1504f_1618467994_179.jpg)
રાજકોટમાં કોરોના મહામારીને કારણે રાજ્ય સરકાર દ્વારા રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે જેની કડક અમલવારી થાય એ માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આ દરમિયાન લોકોને ઘરમાં રહેવા અપીલ કરી છે.