- રાજકોટની માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
- મીની લોકડાઉન યથાવત રાખવામાં આવ્યું છે
- ત્રણ વાગ્યા સુધીમાં બજારમાં ખરીદી કરવા માટે પડાપડી
રાજકોટઃ દેશમાંથી હજુ કોરોનાની બીજી લહેર સંપૂર્ણ રીતે પૂર્ણ નથી થઇ. ત્યારે રાજકોટમાં પણ લોકો જાણે કોરોના હોય જ નહીં તેવી રીતે બજારમાં ખરીદી કરતા નજરે પડી રહ્યા છે. લોકોની મોટી સંખ્યામાં ભીડ રાજકોટની અલગ-અલગ બજારમાં જોવા મળી રહી છે. જેને લઈને ETV bharat દ્વારા રાજકોટની જુબેલી બાગ શાકમાર્કેટ નજીક આવેલી બજારમાં રિયાલિટી ચેક કરવામાં આવી હતી. જ્યાં મોટા પ્રમાણમાં લોકોની ભીડ જોવા મળી હતી. જ્યારે જાહેરમાં જ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવામાં આવી રહ્યો હતો અને માસ્ક પણ કેટલાક લોકોએ પહેર્યા ન હતા.
આ પણ વાંચો: પોરબંદરમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતાં 10 દુકાન ત્રણ દિવસ માટે સિલ કરાઈ
બજારમાં લોકોની ભીડ જોવા મળી
રાજ્યમાં હજુ પણ બપોરે ત્રણ વાગ્યા બાદ મીની લોકડાઉન યથાવત રાખવામાં આવ્યું છે. ત્યારે લોકો ત્રણ વાગ્યા સુધીમાં બજારમાં ખરીદી કરવા માટે પડાપડી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સાથે જ કેટલાક લોકોએ માસ્ક પણ નહોતા પહેર્યા લોકોને જાણે કોરોનાનો કોઈ ડર ક ન હોય તેવી પરિસ્થિતિ રાજકોટની અલગ-અલગ બજારમાં જોવા મળી હતી. જ્યારે અલગ-અલગ આરોગ્ય સંસ્થાઓ દ્વારા દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ જાહેર કરી છે. ત્યારે રાજકોટની બજારોમાં આ પ્રકારના દ્રશ્યો આગામી દિવડોમાં ઘાતક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: વડોદરામાં શહીદ દિનના કાર્યક્રમમાં નિમિત્તે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ
બીજી લહેરમાં આવતા હતા 500થી વધુ પોઝિટિવ કેસ
રાજકોટમાં કોરોનાની બીજી લહેર દરમિયાન દરરોજ 500થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા હતા. જ્યારે દરરોજ 60થી વધુ દર્દીઓના કોરોનાના કારણે મોત થઇ રહ્યા હતા. એવામાં હાલ ધીમે ધીમે પરિસ્થિતિ કાબૂમાં આવી રહી છે પરંતુ હજુ પણ લોકો ક્યાંકને ક્યાંક કોરોનાને કારણે બેદરકાર બન્યા હોય અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ નથી કરી રહ્યા. જ્યારે બજારમાં ખુલ્લેઆમ કેટલાક લોકો માસ્ક વગર ફરતા જોવા મળી રહ્યા છે. જે હાલ ખૂબ ચિંતાનો વિષય છે.