ETV Bharat / city

રાજકોટ: સૌથી વધુ 'પ્રજાના પ્રશ્નો' એપ્લિકેશન ડાઉનલોડ કરનારા ગામને મળશે 1 લાખનું ઈનામ - prajana prashno application team

રાજ્યની પ્રથમ એવી રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા 'પ્રજાના પ્રશ્નો' એપ્લિકેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે આ એપ્લિકેશન મારફતે ગામના લોકો પોતાના ગામની સમસ્યાઓ અને વિસ્તારમાં પડતી હાલાકી અંગે રજૂઆત કરી શકે છે. ત્યારે આ એપ્લિકેશન વધુમાં વધુ લોકો ડાઉનલોડ કરે તેમજ આ એપ્લિકેશન અંગેનું ગ્રામજનોને માર્ગદર્શન મળે તે માટે જિલ્લા પંચાયત દ્વારા 11 જેટલી ટેકનિકલ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. ટેકનિકલ ટીમ રાજકોટના 11 તાલુકાઓમાં ફરશે અને મોટાભાગના ગ્રામ્યજનોને આ એપ્લિકેશન ડાઉનલોડ કરાવશે. જેને આજે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી.

રાજકોટ
રાજકોટ
author img

By

Published : Jul 6, 2021, 9:00 PM IST

  • એપ્લિકેશન માટે 11 ટીમનું કરવામાં આવ્યું ગઠન
  • એક અઠવાડિયા સુધી 595 જેટલા ગામોમાં ફરશે ટીમ
  • ટેકનિકલ ટીમને રાજકોટ જિલ્લા પંચાયત ખાતેથી લીલી ઝંડી

રાજકોટ: રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા 'પ્રજાના પ્રશ્નો' એપ્લિકેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે આ એપ્લિકેશનને મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. જ્યારે હવે આ એપ્લિકેશનને વધુમાં વધુ ગ્રામજનો ડાઉનલોડ કરે તે માટે 11 જેટલી ટેકનિકલ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. આ ટેકનિકલ ટીમને રાજકોટ જિલ્લા પંચાયત ખાતેથી લીલી ઝંડી આપવામાં આવી હતી. જે રાજકોટ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં દરરોજ ફરશે અને વધુમાં વધુ ગ્રામજનો પ્રજાના પ્રશ્નો એપ્લિકેશન ડાઉનલોડ કરે તે પ્રકારની કામગીરી કરશે. આ એપ્લિકેશન ગ્રામ્ય વિસ્તારના લોકોના પ્રશ્નો માટે બનાવવામાં આવી છે.

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર આપશે ઈનામ

આ પણ વાંચો: હવે ચપટી વગાડતા રાજકોટની પ્રજાના પ્રશ્નો થશે સોલ્વ જાણો કઇ રીતે...

1 લાખ લોકોને એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું લક્ષ્યાંક

'પ્રજાના પ્રશ્નો' એપ્લિકેશન રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા તાજેતરમાં જ નિર્માણ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લાના 595 જેટલા ગામોમાં વધુમાં વધુ લોકો આ એપ્લિકેશનથી માહિતગાર થાય તે માટે 11 જેટલી ટેક્નિકલ ટીમોની રચના કરવામાં આવી છે. ત્યારે આ ટેકનિકલ ટીમ આગામી એક અઠવાડિયા સુધી 595 જેટલા ગામોમાં ફરશે અને એક લાખથી વધુ લોકોને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવશે. જ્યારે રાજકોટ જિલ્લા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓ પાસે ગ્રામજનોની સીધી સમસ્યાઓ આવે અને તેનું તાત્કાલિક નિવારણ થાય તે માટેનો એક અનેરો પ્રયાસ હશે.

આ પણ વાંચો: ઓનલાઇન નોંધણી માટેના પોર્ટલ ઇ-નિર્માણ અને મોબાઇલ એપ્લિકેશન લોન્ચ, આ લોકોને થશે ફાયદો

ગામો એપ્લિકેશન વધુ ડાઉનલોડ કરે તે માટે ઇનામ

જે ગામમાં સૌથી વધુ 'પ્રજાના પ્રશ્નો' એપ્લિકેશન ડાઉનલોડ થશે તે ગામની રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર દ્વારા 51 હજાર તેમજ જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી 1લાખનું ઇનામ આપવામાં આવશે. જ્યારે બીજા નંબરે જે ગામ આવશે તેને 21 હજાર તેમજ જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી એક લાખ રૂપિયાનું ભંડોળ, તેમજ ત્રીજા નંબરે આવનારા ગામને પ્રમુખ બોદર દ્વારા 11,000 રૂપિયા તેમજ જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી રૂપિયા એક લાખનું ભંડોળ આપવામાં આવશે. આમ વધુમાં વધુ ગામો આ એપ્લિકેશન ડાઉનલોડ કરે તેમજ તેમના ગામોમાં પણ વિકાસ થાય પ્રમુખ અને પંચાયત તરફથી પણ ફાળો આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.