રાજકોટ: ચાલુ વર્ષે રાજ્યકક્ષાની 26મી જાન્યુઆરીની ઉજવણી રાજકોટ ખાતે થવાની છે. જેના ભાગરૂપે રાજકોટમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.
શુક્રવારે રાજકોટની ચૌધરી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં મશાલ પીટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ સોરઠ ચોકીના SRPના જવાનોએ મુખ્ય પ્રધાન રૂપાણીની ઉપસ્થિતિ મશાલ વડે પીટી કરી હતી. જેને મુખ્ય પ્રધાન રૂપાણી પણ જોઈને અભિભૂત થયા હતા.