ETV Bharat / city

અષાઢી બીજ (Ashadhi Bij) નિમિતે રાજકોટમાં ગાડીઓનું થયું ધૂમ વેંચાણ - Ashadhi Bij news

અષાઢી બીજ(Ashadhi Bij)નો દિવસ હિન્દુઓમાં ખુબ મહત્વ ધરાવે છે.આ દિવસે કચ્છી લોકોના નૂતન વર્ષનો આંરભ થાય છે.ભારતમાં અષાઢી બીજના મહાપર્વે રથયાત્રા યોજવામાં આવે છે.અમદાવાદના જગન્નાથ મંદિરથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે.તો આજના શુભ દિવસે લોકો ખરીદી પણ કરતા હોય છે.

રાજકોટમાં કારોનાનું થયું ધૂમ વહેંચાણ
રાજકોટમાં કારોનાનું થયું ધૂમ વહેંચાણ
author img

By

Published : Jul 12, 2021, 5:32 PM IST

Updated : Jul 12, 2021, 6:30 PM IST

  • રાજકોટમાં કારોનાનું થયું ધૂમ વેંચાણ
  • અષાઢી બીજ (Ashadhi Bij)નું અનેરું મહત્વ
  • અષાઢી બીજના દિવસે મોટાભાગના લોકો વાહનોની ખરીદી કરતા હોય છે

રાજકોટ: દેશમાં અષાઢી બીજ (Ashadhi Bij)નું અનેરું મહત્વ છે. ત્યારે અષાઢી બીજના દિવસે મોટાભાગના લોકો વાહનોની ખરીદી કરતા હોય છે. જેને લઇને રાજકોટમાં પણ કાર અને મોટર સાયકલનું મોટા પ્રમાણમાં વેચાણ થયું છે. જ્યારે રાજકોટના ગોંડલ ચોકડી નજીક આવેલા લેન્ડમાર્ક હોન્ડા (Landmark Honda)ના શોરૂમમાંથી આજે 20 કરતાં વધુ ગાડીઓનું વેચાણ થયું છે. જ્યારે રૂટિન દિવસોમાં બે અથવા ત્રણ ગાડીઓની વહેંચાણ થયું હોય છે. તેની જગ્યાએ આજે માત્ર એક જ કારના શો રૂમમાંથી 20 કરતાં વધુ ગાડીઓનું વેચાણ થયું છે. જેને લઇને કર્મચારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગાડીઓનું થયું ધૂમ વેંચાણ
આજના દિવસે 20થી વધુ કારોનું થયું વહેંચાણ રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલા લેન્ડમાર્ક હોન્ડા શોરૂમમાં સેલ્સ મેનેજર શ્રેયે ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દરરોજ અમારા શોરૂમમાંથી બે અથવા ત્રણ ગાડીઓનું વેચાણ થતું હોય છે. જ્યારે આજે અષાઢી બીજ છે તેમજ કારના વહેંચાણમાં પણ કસ્ટમરને પોષાય તેવી વિવિધ ઓફરો છે. ત્યારે આજે 20થી વધુ ગાડીઓનું વેચાણ બપોર સુધીમાં થયું છે. જ્યારે અમારા જામનગર ખાતેના શોરૂમમાંથી 8 જેટલી ગાડીઓનું વેચાણ થયું છે, એટલે કે આજે અષાઢી બીજના દિવસે કારનું વેચાણ સારું થયું છે.

આ પણ વાંચો : Gold Rate : આજથી 16 જુલાઈ સુધી સોનું થયું સસ્તું,જાણો કેવી રીતે થશે ફાયદો અને શું રહેશે કિંમત

ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વધુ વહેંચાણ

લેન્ડમાર્ક હોન્ડા શોરૂમના સેલ્સ મેનેજર વધુમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે પણ કોરોના હતો ત્યારે ગયા વર્ષે અમારા શોરૂમમાંથી 10 જેટલી કારોનું વેચાણ થયું હતું પરંતુ ચાલુ વર્ષે હાલ ધીમે ધીમે કોરોના જઈ રહ્યો છે. ત્યારે આજના માત્ર એક જ દિવસમાં અમે 23 જેટલી ગાડીઓનું વેચાણ કર્યું છે. જ્યારે લોકો પણ હવે પોતાની ઘરની કાર હોય તેવું પસંદ કરી રહ્યા છે. કોરોનાના કારણે મોટાભાગના ધંધાઓની અસર થઈ છે પરંતુ ઓટો મોબાઈલ ક્ષેત્રને કોરોના ફળ્યું હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો : પગારમાં ઘટાડાને કારણે સુરતના રત્નકલાકારો આર્થિક રીતે પાયમાલ

કોરોનાને લીધે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ઘટ્યો

કોરોનાની મહામારીને લઈને હવે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ખુબજ ઓછો કરી રહ્યા છે. ત્યારે રાજકોટ જેવા સિટીમાં કામ કરતા લોકો દરરોજ અપડાઉન માટે હવે પોતાની કાર હોય તેવું માનીને વધુ પ્રમાણમાં કાર લઇ રહ્યા છે. જ્યારે નાની કારોનું વેચાણ હાલ ખૂબ જ વધ્યું છે એટલે કે કહી શકાય છે કે કોરોનાની મહામારી વચ્ચે પણ ઓટોમોબાઇલ ક્ષેત્રની લાભ થઈ રહ્યો છે. જ્યારે આજે અષાઢી બીજના દિવસે લોકો વધુ પ્રમાણમાં કાર-બાઇક સહિતના વાહનોની ખરીદી રહ્યા છે અને કારનું બુકિંગ પણ મોટા પ્રમાણમાં કરાવી રહ્યા છે.

Last Updated : Jul 12, 2021, 6:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.