રાજકોટ શહેરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને લઈને બે દિવસ પહેલા મુખ્યપ્રધાન રૂપાણીએ કલેક્ટર કચેરી ખાતે રિવ્યૂ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે હવેથી અમદાવાદની જેમ રાજકોટમાં પણ સુપર સ્પ્રેડર ગણાતા શાકભાજીવાળાઓ, ફેરિયાઓનું મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવશે.
તેમના આ આદેશને ધ્યાનમાં લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શુક્રવારથી શહેરના રૈયારોડ પર આવેલ છોટુનગર વિસ્તારમાં મેડિકલ કેમ્પ યોજીને અંદાજીત 4500 જેટલા શાકભાજીવાળાઓ અને ફેરિયાઓનું મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું. તેમને હેલ્થ કાર્ડ પણ આપવામાં આવશે.
મનપા દ્વારા આગામી દિવસોમાં દૂધ અને કરિયાણું વેચવાવાળાઓનું પણ ચેકીંગ કરવામાં આવનાર છે.