- ધુળેટીના તહેવાર પર દુર્ઘટના બની
- આજી નદીમાં સાત યુવાનો સ્નાન કરવા પડ્યા હતા
- ફાયરબ્રિગેડ અને આજીડેમ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ
- બન્ને યુવાનોના મૃતદેહને આજી નદીમાંથી બહાર કાઢ્યા
રાજકોટઃ જિલ્લાના રાજકોટ શહેરના આજી ડેમ પાસે આવેલા શ્રીરામ પાર્કમાં બન્ને યુવાનો રહેતા હતા. અરજણભાઈ લખમણભાઇ ભુવા નામના 20 વર્ષીય યુવાનનું ડૂબી જતા મોત નિપજ્યું છે. જ્યારે તેની સાથે રહેલા કલ્પેશભાઈ જસ્મીનભાઈ પ્રજાપતિ નામના 21 વર્ષીય યુવાનનો પણ ડૂબી જતા મોત નિપજ્યું છે.
![બન્ને યુવાનોના મૃતદેહને આજી નદીમાંથી બહાર કાઢ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-02-yuvaan-mot-av-gj10061_29032021181613_2903f_1617021973_1091.jpg)
આ પણ વાંચોઃ ગોંડલના વોરા કોટડા ગામે નદીના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
બન્ને યુવાનોના મૃતદેહને આજી નદીમાંથી બહાર કાઢ્યા
સમગ્ર મામલાની ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં સ્થળ પર પહોંચી ફાયર બ્રિગેડના જવાનોએ બન્ને યુવાનોના મૃતદેહને આજી નદીમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ આજીડેમ પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ બન્ને યુવાનોના મૃતદેનને પોસ્ટ મોર્ટમ અર્થે શહેરની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ બનાસકાંઠાઃ પીકનીક માટે આવેલા પાલનપુરના 2 પિતરાઈ ભાઈઓના ચેકડેમમાં ડૂબી જવાથી મોત