- જેતપુરમાં ટ્રેનની અડફેટે નીપજ્યાં બે બાળકોના મોત
- બાળકોના મોત નીપજતાં પરિવાર જનોમાં શોક વ્યાપ્યો
- અચાનક અકસ્માત થતા સ્થાનિકોમાં ભાગદોડ મચી
રાજકોટ: જિલ્લાના જેતપુરમાં એક રેલ્વે અકસ્માત (Railway accident) ની ઘટના સામે આવી છે. જેમાં જેતપુરના નવાગઢ રેલ્વે સ્ટેશન (Navagadh railway station) ની નજીક આવેલા ભાદર નદી ઉપર બનેલા રેલ્વેના બ્રિજ પર બે બાળકો રમી રહ્યા હતા, ત્યારે રાજકોટ તરફથી આવતી અને સોમનાથ તરફ જતી એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતા બે બાળકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ અચાનક બનેલા બનાવથી સ્થાનિક લોકોમાં ભાગદોડ મચી હતી. આ ઘટનાની જાણ થતાં બાળકોના પરિવારજનો પણ બનાવના સ્થળે પહોંચી ગયાં હતાં અને સમગ્ર માહોલમાં પરિવારજનોના રુદન સાથે આક્રંદ છવાયો હતો.
![જેતપુરમાં ટ્રેનની અડફેટે આવી જતા બે બાળકોના થયા મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-rural-jtp-railway-acciednt-photo-rtu-gj10063_28072021154040_2807f_1627467040_830.jpg)
આ પણ વાંચો: બેકાબૂ ડમ્પરઃ ઝાલાવાડમાં ફૂટપાથ પર સૂઇ રહેલા મજૂર પરિવારને કચડી નાખ્યા, 3 બાળક સહિત 5ની મોત
અકસ્માત થતા રેલ્વેના અધિકારીઓ દોડી આવ્યા
પુરપાટ ઝડપે આવતી ટ્રેનની હડફેટે આવી જતા બે બાળકોના મોતા નિપજ્યા હતા. જેમાં એક બાળકનો મૃતદેહ ભાદર નદીના પુલ પરથી નીચે ફંગોળાયો હતો. આ અચાનક બનેલા દુઃખદ બનવાના પગલે રેલ્વેના અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ઘટનાની તપાસ ચલાવી હતી.
![જેતપુરમાં ટ્રેનની અડફેટે આવી જતા બે બાળકોના થયા મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-rural-jtp-railway-acciednt-photo-rtu-gj10063_28072021154040_2807f_1627467040_178.jpg)
આ પણ વાંચો: Accident news : નડીયાદ પાસે ST બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત, 1નું મોત, 8ને ઈજા