- રાજકોટ કોવિડ હોસ્પિટલમાં દાખલ ત્રણ દર્દીઓએ મિથીલિન બ્લુની બોટલ ગટગટાવી
- ત્રણ દર્દીઓની હાલત ગંભીર
- ધારણાના આધારે આ દર્દીઓએ મિથીલિન બ્લુની બોટલ પી લીધી હતી
રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલના વૉર્ડમાં દાખલ ત્રણ જેટલા દર્દીઓએ એકી સાથે મિથીલિન બ્લુની બોટલ પી લેતા તેમની તબિયત લથડી હતી. જ્યારે આ સમગ્ર બાબત હોસ્પિટલ તંત્ર અને ધ્યાનમાં આવતા ત્રણેય દર્દીઓને તાત્કાલિક અલગ વૉર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ત્રણેય દર્દીઓની હાલત ગંભીર હોવાનું પણ સામે આવી રહ્યું છે, પરંતુ મિથીલિન બ્લુ પીવાના કારણે કોરોના મટી જાય તેવી ધારણાના આધારે આ દર્દીઓએ મિથીલિન બ્લુની બોટલ પી લીધી હતી. જે દરમિયાન તેમની તબિયત વધુ બગડી હતી.
આ પણ વાંચો : જૂનાગઢ રોટરી ક્લબ દ્વારા વિનામૂલ્યે મિથીલિન બ્લ્યુનુ કરાઇ રહ્યું છે વિતરણ
સેવાભાવી સંસ્થાઓ દ્વારા આપવામાં આવી મિથીલિન બ્લુ
રાજકોટમાં કોરોનાના કેસ વધતા દર્દીઓ હાલ મોટી સંખ્યામાં રાજકોટ કોવિડ હોસ્પિટલમાં દાખલ છે, ત્યારે અહીં અલગ અલગ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ દર્દીઓ અને તેમના ઓરિવારને નિ: શુલ્ક ભોજન, ફ્રૂટ્સ જેવી સેવાઓ આપવામા આવે છે.
આ પણ વાંચો : કોરોના ફેઝ 2માં ગુજરાત અને મહારાષ્ટ્રના ડૉક્ટરોએ લોકોને મીથીલીન બ્લુ લેવાની સલાહ આપી
મંજૂરી વગર કોઈ વસ્તુઓ દર્દીઓને નહિ આપવાની સિક્યુરિટી સ્ટાફને જાણ કરાઈ
શુક્રવારે એક વ્યક્તિ દ્વારા કોરોના વૉર્ડના કમ્પાઉન્ડમાં દાખલ કોવિડના દર્દીઓને મિથીલિન બ્લુની બોટલો આપી ગયો હતો. જે બોટલો ત્રણ જેટલા દર્દીઓએ આખે આખી પી લીધી હતી. તેમજ આ દર્દીઓ મિથીલિન બ્લુની બોટલ પી લેતા તેમની તબિયત વધુ બગડી હતી. જે હોસ્પિટલ તંત્રને ધ્યાને આવતા તેમને વધુ સારવાર અર્થે અલગ વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે આ મામલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટે વધુમાં જણાવ્યું હતું કે, હાલ માત્ર એક જ દર્દીની હાલત ગંભીર છે પણ આ બાબત અમને ધ્યાનમાં આવતા અમે હવે સિવિલ હોસ્પિટલમાં મંજૂરી વગર કોઈ વસ્તુઓ દર્દીઓને નહિ આપવાની સિક્યુરિટી સ્ટાફને જાણ કરી છે.