રાજકોટ : દેશમાં કોરોના કેસની સંખ્યામાં ધીમે ધીમે (corona case in india) વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ હાલ કોરોનાના કેસ (corona case in gujarat)હવે દરરોજ 1 હજારની પાર જઈ રહ્યા છે. એવામાં રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ કોરોનાના કેસની (corona case in rajkot) સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટમાં કોરોનાની આગામી ત્રીજી લહેરની તૈયારી (preparation of third wave) માટે કયા પ્રકારની તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે તે અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ આર.એસ ત્રિવેદી સાથે ETV ભારત દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમની પાસે અત્યારે અલગ અલગ જગ્યાએ કુલ 2 હજાર બેડ કોરોના માટે તૈયાર છે, જ્યારે આ તમામમાંથી 300 જેટલા બેડ આપણે બાળકો માટે રિઝર્વ રાખ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં 840 બેડ ઉપલબ્ધ
ડો.આર.એસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં જ 840 જેટલા બેડ છે. આ સાથે જ તાજેતરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજકોટના ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં પોર્ટેબલ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું છે, જેમાં પણ 100 બેડ છે. તેમની પાસે સમરસ હોસ્ટેલ અને કેન્સર હોસ્પિટલમાં પણ કોવિડ કેર સેન્ટર ઉભા કરવાની તૈયારીઓ છે એટલે કે, આ તમામ જગ્યાએ મળીને રાજકોટમાં 2 હજાર જેટલા કોવિડ માટેના બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે જેમાંથી 300 જેટલા બેડ બાળકો માટે પણ રાખવામાં આવ્યા છે.
63 હજાર લીટરનો ઓક્સિજન પ્લાન્ટ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 63 હજાર લિટરનો ઓક્સિજન પ્લાન્ટ છે. આ સાથે જ 7 જેટલા અલગ-અલગ નાના-નાના ઓક્સિજન પ્લાન્ટ પણ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત છે અને સમરસ હોસ્ટેલમાં 20 હજાર લિટરનો ઓક્સિજન પ્લાન્ટ છે. ઓક્સિજન બેડની સંખ્યા 250 કરતાં વધુ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવી છે. કોરોનાની ત્રીજી લહેર આવે (corona third wave) તો તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ બન્યું છે. હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ કેર ચાલુ છે અને સમરસ હોસ્ટેલ તેમજ કેન્સર હોસ્પિટલ ખાતે જો વધુ કેસ આવશે તો ત્યાં પણ હોસ્પિટલો શરૂ કરવાની તૈયારી તંત્રની છે.
બન્ને ડોઝ લીધા હોય તેવા દર્દીઓ ઓછા: સિવિલ સુપ્રિટેન્ડેન્ટ
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. આર.એસ.ત્રિવેદી ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં કોરોના કેસોમાં ધીમે-ધીમે વધારો થયો છે, પરંતુ જે લોકોએ કોરોનાની વેકસીનના બંને ડોઝ લીધા છે તેવા અમુક જ લોકો કોરોના પોઝિટિવ જોવા મળી રહ્યાં છે, જ્યારે કોરોના વેકસીનનો 1 ડોઝ લીધા હોય અથવા જે લોકોએ વેકસીન લીધી નથી તે લોકો કોરોનાથી વધુ સંક્રમિત થઈ રહ્યા છે.
આ પણ વાંચો:
Vaccination of children in Gujarat 2022: 3 જાન્યુઆરીથી બાળકોને વેક્સિન આપવા માટે ગુજરાત તૈયાર
Omicron Cases Rajkot: રાજકોટ શહેરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા હાહાકાર