ETV Bharat / city

Robbery: રાજકોટના યુવાને કર્યુ રૂપિયા 30 લાખની લૂંટનું નાટક - rajkot local news

રાજકોટ શહેરના સ્પીડ વેલ પાર્ટી પ્લોટ નજીક ગઈકાલે બપોરના સમયે 2 શખ્સોએ રૂપિયા 30 લાખની લૂંટ (Robbery) ચલાવી હોવાની ઘટના સામે આવી હતી. જે અંગેની જાણવા જોગ ફરિયાદ સંજય ભીમાણીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં કરી હતી. રાજકોટ પોલીસ (Rajkot police)એ ગણતરીની જ કલાકોમાં આ નકલી લૂંટનો બનાવ ઉકેલી નાખ્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી.

રાજકોટ
રાજકોટ
author img

By

Published : Jul 23, 2021, 3:11 PM IST

  • કાલાવડ રોડ પર આ સમગ્ર બનાવને અંજામ આપવામાં આવ્યો
  • નકલી લૂંટનો ભેદ ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાખ્યો
  • બીજો આરોપી પોલીસને જોઈને એસીડ પી ગયો હતો

રાજકોટ: રાજકોટમાં બેન્ક લોનના હપ્તા ભરવા માટે યુવાને રૂપિયા 30 લાખની લૂંટનું નાટક કર્યું હતું. જે મામલે ગઈકાલે સાંજના સમયે શહેરના કાલાવડ રોડ પર આ સમગ્ર બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. સંજય ભીમાણી નામના શખ્સે આ નકલી લૂંટ (Robbery) નું નાટક પોતાના મિત્ર કેતન સાથે મળીને ઘડ્યું હતું, પરંતુ રાજકોટ પોલીસ (Rajkot police)એ ગણતરીની જ કલાકોમાં આ નકલી લૂંટનો બનાવ ઉકેલી નાખ્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે ઘટનાનો બીજો આરોપી પોલીસને જોઈને એસીડ પી ગયો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

બેંકના હપ્તા ચડી જતા લૂંટનું કર્યું નાટક

રાજકોટ શહેરના સ્પીડ વેલ પાર્ટી પ્લોટ નજીક ગઈકાલે બપોરના સમયે 2 શખ્સોએ રૂપિયા 30 લાખની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી હતી. જે અંગેની જાણવા જોગ ફરિયાદ સંજય ભીમાણીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં કરી હતી. જોકે, આ સમગ્ર બનાવ અંગે જેમાં પોલીસને શંકા લાગતા પોલીસ દ્વારા સંજયની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી. તે દરમિયાન આ લૂંટનો ભેદ ઉકેલાયો હતો. સંજય ભીમાણીએ લીધેલી લોનના હપ્તા ચડી જતાં આ સમગ્ર મામકે લૂંટનું નાટક કર્યું હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે ગુનો આ મામલે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

રાજકોટના યુવાને કર્યુ લૂંટનું નાટક

લૂંટના નાટકમાં પોતાના મિત્રનો સાથ મેળવ્યો

રાજકોટના તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલ બાલાજી હોલ નજીકના એસ.જી. એન્ટરપ્રાઇઝ નામની પેઢીના માલિક નિલેશ ભાલોડીએ સંજયને એક્સિસ બેન્કમાંથી રૂપિયા 30 લાખ ઉપાડવા ચેક આપ્યો હતો. તે દરમિયાન આ સમગ્ર મામલે લૂંટનું નાટક થયાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. માલિકે આપેલા ચેકના રૂપિયા સંજયે બેન્કમાંથી ઉપાડીને મિત્ર કેતનને આપી દીધા હતા. ત્યારબાદ આ ઘટનામાં લૂંટ થયાનું નાટક કર્યું હતું. જોકે, આ લૂંટ અંગેના બનાવનો ભેદ રાજકોટ પોલીસ દ્વારા ગણતરીના જ કલાકોમાં ઉકેલી નાખ્યો હતો. તેમજ લૂંટનું નાટક કરનારા શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: vadodara Crime Branch: રેલવે LCBએ ટ્રેનમાં લૂંટ ચલાવતી ટોળકી ઝડપી

ફરિયાદીની વિશેષ પૂછપરછમાં ભેદ ખુલ્યો: DCP

લૂંટના નાટક અંગેનો બનાવ સામે આવતા સમગ્ર મામલે DCP મનોહરસિંહ જાડેજા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જનવામાં આવ્યું હતું. આ લૂંટની ઘટના અંગે એસ.જી.એન્ટરપ્રાઇઝના માલિક તેમજ તેમના ભાઈ અને જેની સાથે લૂંટનો બનાવ બન્યો હતો. તે સંજય પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા માટે આવ્યા હતા. જે દરમિયાન પોલીસ દ્વારા લૂંટ મામલે તાત્કાલિક રાજકોટ શહેર અને જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી હતી. જ્યારે પોલીસને ફરિયાદી સંજય પર આ મામલે શંકા જતા તેની આકરી પૂછપરછ કરી હતી.

આ પણ વાંચો: વડોદરા: ધોળા દિવસે વેપારીની આંખમાં મરચું નાખીને સોનાના ચેઈનની લૂંટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.