- મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યોજાયો કાર્યક્રમ
- ગણવેશ વિતરણ કાર્યક્રમમાં (Uniform Distribution) સીએમ રુપાણીની ઓનલાઈન હાજરી
- કોરોના ગાઈડલાઈનના નિયમોનો (Breached of corona guideline) ખુલ્લો ભંગ જોવા મળ્યો
રાજકોટ: રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીના તમામ બાળકો માટે ‘ગણવેશ વિતરણ’ના (Uniform Distribution) કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેર કક્ષાના આંગણવાડીના બાળકો માટે ‘ગણવેશ વિતરણ’ના કાર્યક્રમનું આયોજન મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમનો શુભારંભ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના (CM Rupani) હસ્તે વર્ચ્યુઅલ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાળકોને પણ પોતાના વાલી સાથે હાજર રાખવામાં આવ્યા હતાં. પરંતુ કાર્યક્રમ દરમિયાન (Breached of corona guideline) સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સહિતના નિયમોનો ઉલાળીયો કરવામાં આવ્યો હતો.
9 હજારથી વધુ બાળકોને આપવામાં આવ્યા યુનિફોર્મ
આંગણવાડીના બાળકોને ગણવેશ આપવાનો કાર્યક્રમ (Uniform Distribution) સમગ્ર રાજકોટ શહેરમાં જોવામાં આવ્યો હતો. જેમાં રાજકોટની સેન્ટ્રલ ઝોન કચેરીમાં સીએમ રૂપાણીએ (CM Rupani) વર્ચ્યુઅલ હાજર રહીને આ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. જ્યારે મનપાની વેસ્ટ ને ઇસ્ટ ઝોન કચેરી ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંગણવાડીના બાળકોને બે જોડી યુનિફોર્મ આપવામાં આવ્યા હતા. 3થી 6 વર્ષના 9305 બાળકોને બે જોડી યુનિફોર્મ આપવામાં આવ્યા હતાં. જેમાં રાજકોટના ઇસ્ટ ઝોનમાં 3301, વેસ્ટ ઝોનમાં 2948 અને સેન્ટ્રલ ઝોનમાં 3056 બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ ગરીબ અને મોબાઈલ ફોનથી વંચિત બાળકોને બાયસેગ અને ડી.ડી. ગિરનારના માધ્યમથી ભણાવાશે
રાજકોટ મેયરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો કાર્યક્રમ
રાજ્યના તમામ જિલ્લાઓમાં આજે આંગણવાડીના બાળકોને ગણવેશ આપવાનો કાર્યક્રમ (Uniform Distribution) યોજાયો હતો. જેને લઈને રાજકોટ શહેરમાં આ કાર્યક્રમ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (CM Rupani) વર્ચ્યુઅલ હાજર રહીને શરૂ કરાવ્યો હતો. જે રાજકોટમાં મેયર ડો.પ્રદીપ ડવની આગેવાનીમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ મનપા અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ બાળકોને ગણવેશ વિતરણ કર્યું હતું. પરંતુ કોરોનાની ગાઈડ લાઈનનો ભાજપના નેતાઓ દ્વારા જ ભંગ (Breached of corona guideline) કરવામાં આવતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.