- રાજ્યકક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું
- અલગ-અલગ જિલ્લાઓમાંથી આવેલા શિક્ષકોએ લીધો ભાગ
- આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યના શિક્ષણવિદોએ પણ હાજરી આપી હાજરી
રાજકોટ : જિલ્લાના ત્રંબા ખાતે રાજ્યકક્ષાના છઠ્ઠા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ જિલ્લાઓમાંથી પસંદ થયેલા શિક્ષકોએ પોતાના નવતર પ્રયોગો રજૂ કર્યા હતા. આ રાજ્ય કક્ષાના છઠ્ઠા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલનું આયોજન ગ્રીન ફાર્મ સ્કૂલ - ત્રંબા, રાજકોટ ખાતે યોજવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - બાલાસિનોરમાં સેન્ટર ફોર એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2020નો આરંભ
શિક્ષકોએ પોતાના નવતર પ્રયોગો રજૂ કર્યા
આ કાર્યક્રમમાં અલગ-અલગ જિલ્લાઓમાંથી પસંદ થયેલા શિક્ષકોએ પોતાના નવતર પ્રયોગો રજૂ કર્યા હતા. જેમાં રાજકોટના ધોરાજીની સરકારી ભગવતસિંહજી હાઈસ્કૂલના શિક્ષક ભાષા ઠાકરે પણ ભાગ લીધો હતો અને આ ફેસ્ટિવલમાં પોતાની કૃતિઓ રજૂ કરી હતી.
આ પણ વાંચો - ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઇનોવેશન ફેસ્ટિવલ દિકચક્ર 2020નું બે દિવસીય આયોજન
સમગ્ર રાજ્યમાંથી શિક્ષણવિદો રહ્યાં હાજર
આ પ્રસંગે જાણીતા શિક્ષણવિદો જેમ કે, કાચા સાહેબ, કૈલા સાહેબ, સરડવા સાહેબ, ગિજુભાઈ ભરાડ, ડુમરાળીયા સાહેબ સહિતના લોકોએ હાજરી આપીને શિક્ષકોને પ્રોત્સાહન પૂરુ પાડ્યું હતું.
આ પણ વાંચો - દેશની નામાંકિત આકાશ એજ્યુકેશનલ સર્વિસમાં મસમોટી 'રજિસ્ટ્રેશન ફિ'નું લોલમલોલ સામે આવ્યું