- રાજકોટ યાર્ડમાં મરચાની આવકમાં થયો ધરખમ વધારો
- આ વખતે મરચાનો રૂ.2200થી 3200 સુધીનો ભાવ મળ્યો
- ગયા વર્ષ કરતા આ વર્ષે મરચાના સારા ભાવ મળી રહ્યા છે
રાજકોટઃ બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે 4 હજાર બોરીઓ મરચાની આવક નોંધાઈ છે ત્યારે ખેડૂતોને પણ આ વર્ષે મરચાના સારા ભાવ મળી રહ્યા છે. ગયા વર્ષે રૂપિયા રૂ. 1800થી 2000માં મરચાં વેચાતા હતા, પરંતુ હાલ રૂ. 2200થી 3200 સુધી મરચાના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. આ વર્ષે સારા મરચા હોવાના કારણે ખેડૂતોને પણ પોતાના ઉત્પાદનના સારા ભાવ મળી રહ્યા છે. આને લઈને ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
યાર્ડ ખાતે મરચા લઈને આવી પહોંચેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે મરચાના ઊત્પાદનમાં ઘટાડો થયો છે, પરંતુ આજે ચાર હજાર જેટલા બોરીની આવક રાજકોટ યાર્ડમાં નોંધાઈ છે. જ્યારે યાર્ડ ખાતે પણ વ્યવસ્થા સારી હોય તેમ જ મરચા ગુણવત્તાને લઈને મરચાના ભાવમાં પણ સારા મળી રહ્યા છે. આને લઈને વેપારીઓ તેમજ ખેડૂતો બંને ખુશી અનુભવી રહ્યા છે.