- બે દિવસ પૂર્વે પોલીસ પર થયો હતો હુમલો
- આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
- કુકી ભરવાડ સહિત 5 શખ્સોને ઝડપી લીધા હતા
રાજકોટઃ શહેરમાં બે દિવસ પહેલા આરોપીને ઝડપી પાડવા પહોંચેલી પોલીસ પર હુમલો થયાની ઘટના સામે આવી હતી. જેમાં બે દિવસ પૂર્વે થયેલી મારામારીનાં ગુનામાં ફરાર શખ્સ કુકી ભરવાડને ઝડપી લેવા માલવીયાનગર પોલીસ અને ડી-સ્ટાફનો કાફલો પુનિતનગર વિસ્તાર પહોંચ્યો હતો. આ દરમિયાન આરોપી તેમજ તેના સાથીઓએ સોડા બોટલો વડે હુમલો કરતા PSI સહિત ત્રણ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
![આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-03-aaropi-arest-avb-gj10061_05042021183044_0504f_1617627644_536.jpg)
આ પણ વાંચોઃ રાજકોટમાં આરોપીની ધરપકડ કરવા પહોંચેલી પોલીસ પર હુમલો
પોલીસે 5 કરતાં વધુ આરોપીને ઝડપી લીધા હતા
સમગ્ર ઘટનામાં DCP મનોહરસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, માલાવીયાનગર પોલીસ અને ડી-સ્ટાફની ટીમો ચોક્કસ બાતમીનાં આધારે વોન્ટેડ કુકી ભરવાડને ઝડપી પાડવા પુનિતનગર વિસ્તારમાં ગઈ હતી. ત્યાં આરોપીને ઝડપી લીધા બાદ તેની ગેંગનાં અન્ય લોકોએ પોલીસ પર હુમલો કર્યો હતો. આરોપીએ પણ નાસી જવા પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે હુમલાખોરોનો સામનો કરી કુકી ભરવાડ સહિત 5 શખ્સોને ઝડપી લીધા હતા અને અન્ય 6 આરોપીની ઓળખ થઈ ચૂકી છે ત્યારે પોલીસની અલગ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખના ભત્રીજા સહિત બે લોકો પર હુમલો, પોલીસે 4 ને ઝડપી પાડ્યા
7 જેટલા ગુનાઓ આરોપી વિરૂદ્ધ નોંધાઈ ચુક્યા છે
રાજુ ઉર્ફે કુકી ભરવાડ વિરુદ્ધ અગાઉ રાજકોટ શહેરમાં માલવીયાનગર અને તાલુકા પોલીસ સ્ટેશનમાં મળી કુલ 7 જેટલા ગુના નોંધાઇ ચુક્યા છે. જેથી સમગ્ર ગેંગ ઉપર આવતા દિવસમાં નવા કાયદા મુજબ કડક કાર્યવાહી કરવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવેલી છે અને આવા આરોપીને કાયદાનું ભાન કરાવવામાં આવશે.