- રાજકોટમાં પાણીજન્ય રોગચાળો વકર્યો
- 30 ટકા કેસ વધ્યા
- ઓગસ્ટ મહિનાની સરખામણીએ સપ્ટેમ્બરમાં કેસ વધ્યા
રાજકોટ: શહેરમાં ઓગસ્ટ મહીનામાં સામાન્ય તાવના 29 હજાર કરતા વધુ કેસ નોંધાયા હતા. સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમા સામન્ય તાવના 4000 જેટલાં કેસ નોંધાયા છે. તેમજ 66 જેટલા મેલરીયાના કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના 7 કેસ જોવા મળ્યા છે. આ સાથે જ તંત્રના ચોપડે ચિકનગુનિયાના માત્ર 6 જ કેસ નોંધાયા છે. સામન્ય શરદી ઉધરસના કેસ માત્ર એક અઠવાડિયામાં 923 અને ઝાડા ઉલટીના 307 કેસ નોંધાયા છે. આમ ચોમાસાની બેવડી ઋતુ દરમિયાન પાણી અને ઋતુજન્ય રોગચાળાના કેસમાં સત્તત વધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: વડોદરાની સોસાયટીઓમાં દુષિત પાણીની સમસ્યા, લોકોમાં પાણીજન્ય રોગચાળો ફેલાવવાનો ભય
સિવિલ હોસ્પિટલના બે તબીબી વિદ્યાર્થીને ડેન્ગ્યુ
રાજકોટમાં પાણીજન્ય રોગચાળો વધ્યો છે. એવામાં સિવિલ હોસ્પિટલના બે મેડિકલના વિદ્યાર્થીઓને પણ ડેન્ગ્યુ હોવાનું સામે આવ્યું છે. શહેરના જામટાવર પાસે આવેલી સરકારી તબીબી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં ડેન્ગ્યુએ પગપેસારો કર્યો છે. જેને લઈને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. કોલેજ અને હોસ્ટેલમાં ફોગીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જ્યાં ત્યાં વરસાદી પાણી ન ભરાય તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ડેન્ગ્યુ મામલે શાસક-વિપક્ષ આમને સામને, દારૂની પરમીટનો મામલો ઉછળ્યો
ઋતુજન્ય રોગચાળાના કેસમાં વધારો: સિવિલ સુપ્રિટેન્ડેન્ટ
રાજકોટમાં પાણીજન્ય અને ઋતુજન્ય રોગચાળોમાં વધારો થઈ રહ્યો છે. જેને લઇને રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હાલ બેવડી ઋતુનો અનુભવને કારણે પાણી અને મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. જેમાં ચિકનગુનિયા, ટાઇફોઇડ, કોલેરા, મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના કેસો જોવા મળી રહ્યા છે. 20થી 30 ટકા જેટલા કેસમાં વધારો થયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ સતત કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ વધુમાં વધુ લોકોના વિવિધ ટેસ્ટ કરીને તેમને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.