ETV Bharat / city

રાજકોટમાં વન રક્ષકની પરીક્ષાના પેપરનું પેકેટ તૂટેલું હોવાનો દાવો, ઉમેદવારે કર્યો આક્ષેપ

રાજકોટની ઉડાન સ્કૂલમાં વન સંરક્ષણ પરીક્ષા લેવામાં (Allegation of irregularities in forest guard exam) આવી રહી હતી. તેમાં ગેરરીતિ થઈ હોવાનો એક પરિક્ષાર્થિની દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.

રાજકોટમાં વન રક્ષકની પરીક્ષાના પેપરનું પેકેટ તૂટેલું હોવાનો દાવો

author img

By

Published : Mar 29, 2022, 11:42 AM IST

Updated : Mar 29, 2022, 12:10 PM IST

રાજકોટઃ રાજ્યમાં ફરી એક વખત સરકારી ભરતીમાં ગેરરીતિનો કિસ્સો સામે (Allegation of irregularities in forest guard exam) આવ્યો છે. રાજકોટની ઉડાન સ્કૂલમાં વન સંરક્ષણ પરીક્ષા લેવામાં આવી રહી હતી. પરીક્ષાનો સમય બપોરે 12 વાગ્યાથી શરૂ થયો હતો. પરીક્ષા શરૂ થાય તે પહેલા મહિલા નિરીક્ષક પ્રશ્નપત્રોનું પેકેટ લઈને (Forest guard exam controversy) આવ્યા હતા. તેણે બધાને પેપરની સ્ટેમ્પ બતાવી અને બે વિદ્યાર્થીઓની સહીઓ માંગી, પરંતુ વિદ્યાર્થીઓએ સીલબંધ પેકેટની નીચે સેલોટેપ જોતા જ તેમણે તેમા સહી ન કરી. આ અંગે મહિલા ઉમેદવારે અનેક આક્ષેપો (Allegation of irregularities in forest guard exam) કર્યા છે.

પેકેટના સીલમાં કાપો હતો - રવિવાર વનરક્ષકની ભરતીની પરીક્ષામાં પેપર ફૂટવા બાબતે ઉમેદવાર ગીતાબેન માલીએ (Forest guard exam controversy) જણાવ્યું હતું કે, મહિલા સુપરવાઈઝર પેપરનું પેકેટ લઈને આવ્યા હતા. તે સમયે પેકેટમાં જ્યાં સીલ લગાવેલું હતું. તેની સામેના જ ભાગમાં કાપો લગાવેલો હતો અને તેના પર સેલો ટેપ હતી. મે જોયું તો તે કાપો બ્લેડ જેવા સાધનથી લગાવ્યો હોય તેવું લાગતું હતું. તેમાંથી પેપર સરળતાથી નીકળી શકે તેમ લાગતું હતું. જોકે, મેં અને મારી આગળ બેઠેલા ઉમેદવારે (Allegation of irregularities in forest guard exam) આ અંગે વાંધો ઉઠાવ્યો હતો.

અધિકારીએ તૂટેલા સીલનો ફોટો પાડ્યો હતો - ઉમેદવારે વધુમાં (Allegation of irregularities in forest guard exam) જણાવ્યું હતું કે, આ ઘટના અંગે અમે તકેદારી અધિકારી ડો. આર. ડી. પરમારને જણાવ્યું હતું. અમે તેમને તેમના મોબાઈલમાં ફોટો પાડવાનું કહ્યું હતું. તેઓ આ ફોટો મને મોકલશે તેવું કહ્યું હતું. જોકે, અધિકારીએ અમને ફોટો મોકલ્યો નહતો. તેમણે એક કાગળ પરનું પેકેટ ખૂલ્લું હોવા અંગેની એક અરજી મારી અને એક ઉમેદવાર હરેશ સોલંકી પાસે સહી સાથે કરાવી હતી.

આ પણ વાંચો- Congress Walkout From Gujarat Assembly: પેપરકાંડ મુદ્દે કોંગ્રેસનું વોક આઉટ, અમિત ચાવડાએ CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

અધિકારીએ બીજા દિવસ સુધી કોઈ જવાબ ન આપ્યો - ઉમેદવારે (Allegation of irregularities in forest guard exam) જણાવ્યું હતું કે, બીજા દિવસ સુધી અધિકારી સુધી કોઈ જવાબ ન મળતા મને ખાતરી થઈ ગઈ હતી કે, વાત ઉપર સુધી પહોંચાડવામાં નથી આવી. એટલે મને શંકા ગઈ કે, પેપર ફોડવાનો પ્રયાસ થયો છે. આ સમગ્ર બાબતને જોતા અને અન્ય લોકોને અન્યાય ન થાય તે માટે આ મુદ્દો લોકો સુધી પહોંચાડવા માટે હું તૈયાર છું.

આ પણ વાંચો- Application to Surat Collector: વનરક્ષક ભરતીનું પેપર ફૂટવા મામલે આપ દ્વારા અપાયું આવેદનપત્ર

ટ્રાન્સપોર્ટેશનમાં પેપરનું સીલ તૂટ્યું હોવાનો અધિકારીનો દાવો - બીજી તરફ વન પરીક્ષા વ્યવસ્થાના તકેદારી અધિકારી ડો. આર. ડી. પરમારે (Allegation of irregularities in forest guard exam) આ અંગે જણાવ્યું હતું કે, પેપરનું સીલ કદાચ ટ્રાન્સપોર્ટેશનમાં તૂટ્યું હશે. તૂટેલા પેકેટમાં ખૂબ જ નાનો કાપો હતો. જોકે, તે પેકેટ ખોલ્યા પછી જેટલા પેપર હતા. તેના પર સીલ હતું.

Last Updated : Mar 29, 2022, 12:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.