- ઝાડ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો
- જુના રેલવે સ્ટેશન પાસેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો
- હત્યા કે આત્મહત્યા મુદ્દે પોલીસે શરૂ કરી તપાસ
રાજકોટઃ શહેરમાં લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા જુના રેલવે સ્ટેશન પાસેથી એક ઝાડ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે પોલીસ અને 108ને જાણ કરવામાં આવતા બંનેનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. 108ની ટીમે યુવકને મૃત જાહેર કરતા પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
રાજકોટમાં ઝાડ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવકના ખિસ્સામાંથી આધારકાર્ડ મળી આવ્યું છે. જેમાં મૃતકનું નામ સંદિપ અને તેની માતાનું નામ રામ કટોરી હોવાનું તેમજ ઉંમર 30 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. પોલિસ દ્વારા આ યુવકના પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે. પોલીસનાં જણાવ્યાં મુજબ, પ્રથમ નજરે તો બનાવ આત્મહત્યાનો લાગી રહ્યો છે. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યાં બાદ જ બનાવ આત્મહત્યાનો છે કે હત્યા કરી મૃતદેહને ઝાડ પર લટકાવવામાં આવ્યો છે ? તે જાણી શકાશે. સાથે જ પરિવારજનો તેમજ મિત્રોની પૂછપરછ બાદ પણ સાચી હકીકત સામે આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.