ETV Bharat / city

T20 International Match in Rajkot : રાજકોટ અધિક કલેકટરે રોડ ડાયવર્ઝનને લઇને બહાર પાડ્યું જાહેરનામું, કયો માર્ગ ડાયવર્ટ થશે જાણો - રાજકોટમાં રોડ ડાયવર્ઝન જાહેરનામું

રાજકોટના ખંઢેરી સ્ટેડીયમમાં તા. 17 જૂને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 મેચ (T20 International Match in Rajkot) રમાનાર છે. રાજકોટ-જામનગર હાઇવે પર આ દિવસે ટ્રાફીકજામ થવાની પુરી શકયતા છે. જેને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઠકકરે એક જાહેરનામું (Road Diversion Notice in Rajkot) બહાર પાડ્યું છે. જે મુજબ તા.17 અને 18નાં રોજ જામનગરથી રાજકોટ તરફ આવતા મોટા વાહનોને ડાયવર્ટ કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.

T20 International Match in Rajkot : રાજકોટ અધિક કલેકટરે રોડ ડાયવર્ઝનને લઇને બહાર પાડ્યું જાહેરનામું, કયો માર્ગ ડાયવર્ટ થશે જાણો

author img

By

Published : Jun 14, 2022, 9:56 PM IST

Intro:Body:રાજકોટ ખાતે ખંઢેરી સ્ટેડીયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 મેચ ((T20 International Match in Rajkot) )નિહાળવા માટે રાજકોટ તેમજ આસપાસનાં જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ રસીયાઓ પોત પોતાનાં વાહનો લઈને મેચ (T20 match between India and South Africa ) જોવા માટે આવનાર હોય આ દિવસે રાજકોટ- જામનગર હાઇવે પર ભારે ટ્રાફીક જામ થવાની પુરેપુરી શકયતાઓ રહેલી છે અને કાયદો-વ્યવસ્થા જળવાય રહે તે માટે રાજકોટ ગ્રામ્યનાં વિસ્તારો માટે ટ્રાફીક ડાયવર્ટ (Road Diversion Notice in Rajkot) કરવામાં આવ્યો છે.

શું છે જાહેરનામું -અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે બહાર પાડેલા જાહેરનામા મુજબ તા. 17નાં રોજ જામનગર તરફથી આવતા મોટા વાહનો જેમ કે ટ્રક, ટેન્કર , ટ્રેલર વગેરે વાહનોએ પડધરી, મોવેયા સર્કલથી ડાયવર્ઝન (Road Diversion Notice in Rajkot) આપી ટંકારા થઈ રાજકોટ તરફ આવવાનું રહેશે. અથવા પડધરી, નેકનામ, મિતાણા થઈને રાજકોટ તરફ આવવાનું રહેશે. આ જાહેરનામાનો અમલ 17 તારીખના સાંજના 4 વાગ્યાથી 18 તારીખના રાત્રિના 1 વાગ્યા સુધી થશે અને ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે.

આ પણ વાંચોઃ T20 International Match in Rajkot : ક્રિકેટરોનું રેડ કાર્પેટ પર સ્વાગત, આગતાસ્વાગતાના બીજા કયા આયોજનો થયાં જાણો

કયા વાહનોને મળશે મુક્તિ -સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ મેચમાં (T20 International Match in Rajkot)કામ માટે જે ફરજ સોંપેલ હશે તેવા વાહનો, એસટી બસ, સરકારી વાહનો, શબવાહિની, એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઇટર જેવા વાહનો જઇ શકશે. તેમજ જે લોકો પાસે ક્રિકેટ બોર્ડની ટીકીટ ખરીદીને કે પાસનાં આધારે ક્રિકેટ મેચ નિહાળવા ખંઢેરી સ્ટેડીયમ જતા હોય તેવા વાહન ચાલકોને તેમજ ખંઢેરી સ્ટેડીયમની આસપાસનાં ગામોમાં રહેતા હોય અને તેનો આધારભૂત પુરાવો રજુ કરે તેઓને મુકિત (Road Diversion Notice in Rajkot) આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 'કરો યા મરો' નો જંગ

મેચ જોવા જતાં પહેલાં જાણો - આ ક્રિકેટ મેચ (T20 International Match in Rajkot) દરમિયાન 1 SP, 5 DYSP, 10 PI, 40 PSI, 232 પોલીસકર્મી, 46 ટ્રાફિક પોલીસ, 64 મહિલા પોલીસ અને 2 બોમ્બ સ્ક્વોડ ટીમ ફરજ બજાવશે. આ ઉપરાંત 2 બગેજ સ્કેનર, 2 ફાયર ફાઇટર , 2 એમ્બ્યુલન્સ, 30 વોકિટોકીનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે ખાસ સીસીટીવી કેમેરા કંટ્રોલ રુમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. મેચ દરમિયાન બેગ, ટિફિન, ખાવાની વસ્તુ, પાણીની બોટલ, બીડી, માચીસ, લાઇટર, કેમેરા, લાકડી કે હથિયાર જેવી વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.