- વૃદ્ધોમાં મનોવૈજ્ઞાનિક સ્ટ્રેસ અંગે કુલ 1080 આબાલવૃદ્ધોનો સર્વે કરાયો
- અન્યના સરખામણીએ તરુણોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધારે
- સ્ટ્રેસ શારીરિક સંબંધોમાં સમસ્યા પેદા કરી શકે છે
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી( Survey Of Saurashtra University )ના મનોવિજ્ઞાન ભવન ( Psychology Department )ના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં એન.આર. પટેલ અને કર્તવી ભટ્ટે આબાલવૃદ્ધ સૌને રૂબરૂ મળીને તેમજ ટેલિફોનિક સંપર્ક કરીને સર્વે કર્યો હતો. જેમાં ક્રોનીક સ્ટ્રેસ ( Chronic Stress ) અંગે 11થી 14 વર્ષના 243 બાળકો, 15થી 17 વર્ષના 153 તરુણો, 18થી 45 વર્ષના 234 યુવાનો, 46થી 60 વર્ષના 270 પ્રૌઢ અને 60 થી વધુ ઉંમરના 180 વૃદ્ધો આમ કુલ 1080 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સૌથી વધુ સ્ટ્રેસમાં તરુણોમાં દેખાયા
હાલના સમયમાં સૌથી વધુ સ્ટ્રેસમાં તરુણોમાં જોવા મળ્યું છે, એક તો તેમની ઉંમરની અસર અને વધુમાં મહામારીના ભયજનક માહોલ સાથે ઘરમાં વડીલોની રોકટોકથી તેઓ સૌથી વઘુ કંટાળ્યા છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી( Survey Of Saurashtra University )ના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણે ( Dr. Yogesh Jogsan ) માતાપિતા અને પરિવારના સભ્યોને વિનંતી કરી હતી કે, તેઓ સૂઝબૂઝ સાથેનો વ્યવહાર તરુણો સાથે કરે.
વારંવાર તણાવપૂર્ણ પરિસ્થિતિ પેદા થતા....
કોઈક દિવસ તમારે ઓફીસ જલ્દી પહોંચવાનું હોય અને તમારે મોડું થાય છે અને એમાં પણ તમારા સ્કુટરમાં પંચર પડે છે, રીક્ષા મળે છે, પરંતુ રિક્ષા તમારી ઓફીસ સુધી લઈ જવાનીના પાડે છે, ત્યારે તમને લાગે છે હવે ઑફિસ પહોંચવામાં મોડું થાય એમ છે. આથી, તમેં વિચારો છો કે ઓફિસમાં મેસેજ કે કોલ કરીને જણાવી દઈએ. આ બધાની વચ્ચે આ પરિસ્થિતિમાં જે તણાવમાં તમે રહ્યા તેની અસર તમારા મન અને શરીર પર કેવી પડી ? શા માટે તમારું મગજ એટલું તેજ કામ કરી રહ્યું હતું ? જે તમારા શરીરમાં તે પરિસ્થિતિ દરમિયાન થઈ રહ્યું હતું, તે જ જ્યારે હરણની પાછળ વાઘ પડે છે, ત્યારે હરણના શરીરમાં પણ તે જ પ્રકારના બદલાવ આવે છે.
શરીર તણાવપૂર્ણ પરિસ્થિતિમાં સામનો કરવા સક્ષમ
આપણા શરીરમાં હિંમતની જરૂર હોય ત્યારે તે પરિસ્થિતિ અનુસાર હિંમત આવી જ જતી હોઈ છે. તે જ રીતે આપણે જ્યારે અંધારામાં જોવું હોઈ ત્યારે આપણી આંખો ફોકસ કરી શકે છે. તેમ આપણું શરીર તણાવપૂર્ણ પરિસ્થિતિમાં તેનો સામનો કરવા સક્ષમ બને છે. સાદી ભાષામાં કહીએ તો, જ્યારે મગજની સામે તણાવપૂર્ણ પરિસ્થિતિ આવે છે, ત્યારે શરીરની જે ઉર્જા હોઈ તે પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ કરે છે. આવી રીતે જો તણાવપૂર્ણ પરિસ્થિતિ વારંવાર પેદા થાય ત્યારે તે ક્રોનીક સ્ટ્રેસમાં તબદીલ થઇ જાય છે.
ક્રોનીક સ્ટ્રેસ એટલે શું?
સ્ટ્રેસ એ મનોવૈજ્ઞાનિક અને શારીરિક પ્રતિક્રિયા છે. જે અસામાન્ય અને મુશ્કેલ પરિસ્થિતિમાં સામે છે. આવી રીતે જો તણાવપૂર્ણ પરિસ્થિતિ વારંવાર પેદા થાય, ત્યારે તે ક્રોનીક સ્ટ્રેસમાં તબદીલ થઇ જાય છે. એક સાંધીએ અને તેર તૂટે કહેવત ક્રોનીક સ્ટ્રેસ દર્શાવે છે. ક્રોનીક સ્ટ્રેસ એ મનોવૈજ્ઞાનિક તેમજ શારીરિક પ્રતિક્રિયા છે, જે અસામાન્ય અને મુશ્કેલ પરિસ્થિતિમાં સામે છે. સરળ શબ્દોમાં કહીએ તો સ્ટ્રેસ કે તણાવનું કારણ રોજની ઘટનાઓ હોય શકે છે.
ઉદાહરણ : ઇન્ટરવ્યુ આપવા જવું, નોકરીમાંથી કાઢી મુકવાની ચેતવણી મળવી, આઇફોન નીચે પડી જવો, બાળકોને વાગવું, એક્સિડન્ટ થવું, પેટ સાફ ન હોવું, મિત્રને મળવા જવામાં મોડું થવું અને વધતું વજન વગેરે.
તણાવથી બીમારીના શક્યતા
જો તણાવપૂર્ણ પરિસ્થિતિ વધુ ચાલે તો વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ અસર થાય છે, ડાયાબિટીસ, હાર્ટએટેક, અલ્સર તેમજ અનેક શારીરિક અને માનસિક (Mental stress) બીમારી થઈ શકે છે.
શું છે પોઝિટિવ અને નકારાત્મક સ્ટ્રેસ ?
અમુક માત્રામાં સ્ટ્રેસ હોય તે સારો કહેવાય જેને મનોવિજ્ઞાનમાં પોઝિટિવ સ્ટ્રેસ કહે છે. જે તમને આગળ વધવામાં મદદ કરે છે, પરંતુ જ્યારે આ સ્ટ્રેસ તમારા વિચારોની ક્ષમતાને ઘટાડી દે છે, તમને નબળા બનાવે છે, ત્યારે તે સ્ટ્રેસને નકારાત્મક સ્ટ્રેસ કહે છે. નકારાત્મક સ્ટ્રેસની પ્રતિક્રિયા આપણા મગજમાંથી આવે છે. આપણાં મગજમાં હાઇપોથેલામસ ( Hypothalamus ) હોય તે આપણાં શરીરની પ્રતિક્રિયા અને લાગણીઓને નિયંત્રિત કરે છે. જે આપણા શરીરના નર્વસ સિસ્ટમનું પણ કેન્દ્ર હોય છે. માટે સ્ટ્રેસ આવે ત્યારે ત્રણ રીતે આવે છે. જેમાં ચિંતા લક્ષણ, શારીરિક લક્ષણ અને ભાવનાત્મક લક્ષણ શામેલ હોય છે.
ચિંતાનું લક્ષણ
- વ્યક્તિ બેચેન રહે
- એકાગ્રતા જળવાતી નથી
- વ્યક્તિનું મગજ સૂનમૂન થવું
- કોઈ પ્રતિક્રિયા ન આપી શકવી
શારીરિક લક્ષણ
- વ્યક્તિના શરીર પર અસર પડે
- ધડકન તેજ થવી
- પેશાબ વારંવાર લાગવો
- ગળું સુકાય જવું
- ગભરાહટ થવી
- પગમાં ખાલી ચડવી
- ચેન ન પડવું
- પેટમાં ગડબડ થવી
ભાવનાત્મક લક્ષણ
- આવેગ અસંતુલનનો અનુભવ થાય
- મહત્વના નિર્ણય લેવામાં મુશ્કેલી
- કાર્ય સમયે ધ્યાન અન્ય તરફ જાય
કઈ રીતે થાય છે ક્રોનીક સ્ટ્રેસની અસર ?
નકારાત્મક સ્ટ્રેસ તમારા શરીરમાં અસર કરે છે, જેનું ગંભીર પરિણામ આવી શકે છે. વ્યક્તિને ક્રોનીક સ્ટ્રેસમાં સાઈકોસમૅટિક સ્ટ્રેસ ( Psychosomatic stress )નો સામનો કરવો પડે છે. મતલબ કે, તમારા મનની અસર તમારા શરીર પર પડે છે. આ ઉપરાંત, કેટલીક શારીરિક સમસ્યાઓ પણ થાય છે. જેમ કે, એસીડીટી, અલ્સર, અસ્થમા અને ગેસ થવો વગેરે જેવી સમસ્યાઓ થાય છે.
વૈવાહિક સંબંધ પર અસર
ક્રોનીક સ્ટ્રેસ શરીરની સાથે વ્યક્તિના વૈવાહિક જીવનમાં પણ સમસ્યા પેદા કરે છે. જેમ કે, સેક્સમાં રુચિ ઘટવી અને પ્રજનનમાં સમસ્યા થવી. વ્યક્તિ સતત સ્ટ્રેસનો સામનો કરે છે તો તેને પ્રજનનને લગતા ડિસઓર્ડર થઈ શકે છે. મહિલાઓમાં પીરિયડ્સ અનિયમિત થવાની સમસ્યા અથવા સંપૂર્ણપણે બંધ પણ થઈ શકે છે. પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ અને ટેસ્ટોસ્ટેરોન લેવલ ઘટે છે. તેમજ મહિલાને પુરુષ બન્નેમાં જાતિય પ્રવૃત્તિ ઘટી જાય છે.
સૌથી વધુ રોગપ્રતિકારક શક્તિ પર અસર
ક્રોનીક સ્ટ્રેસના કારણે શરીરમાં કેટલાક પ્રકારની બીમારી થાય છે. રોગપ્રતિકારક ક્ષમતાને અસર થાય છે અને વ્યક્તિ વારંવાર બીમાર પડે છે. સાંભળ્યુ હશે કે, ડાયાબિટીસના દર્દીઓને ડિપ્રેશન વધુ થાય છે. કેમ કે, તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. ક્રોનીક સ્ટ્રેસ સૌથી વધુ રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે. જેથી ઘણીવાર એવું બનતું હશે કે, અન્ય કારણસર વ્યક્તિ તણાવ અનુભવે છે અને તેમાંથી બહાર નીકળી શકાતું નથી.
યુવાનો સાથે બાળકોમાં પણ સ્ટ્રેસનું પ્રમાણ વધ્યું
સ્ટ્રેસ આવતા આસનો કરવા
આ દરમિયાન મકરાસન જેવા આસન કરવા, જેમાં બે હાથની સાંકળ બનાવીને તેના પર માથું ટેકવીને મકરાસનમાં સૂતાં સૂતાં હળવા શ્વાસોચ્છ્વાસ લેવાં. પાંચેક મિનિટ સુધી મકરાસન કરવાથી રિલેક્સેશન થશે. મકરાસનની જેમ શવાસન પણ કરી શકાય છે. આ આસન સાવ સહેલું છે. બે હાથ અને બે પગ સાધારણ પહોળા કરીને શબની જેમ ચત્તા સૂવું તેનું નામ શવાસન. શવાસનમાં મનનું નિયંત્રણ ખૂબ અગત્યનું છે. શબને જેમ કોઈ વિચાર હોતો નથી, કોઈ હલન-ચલન હોતું નથી, તેમ સમગ્ર શરીરમાંથી મનની વૃત્તિને ખેંચીને આત્મામાં સ્થિર કરવી. જાણે શ્વાસ ચાલતો જ ન હોય તેટલા ખૂબ ધીમા શ્વાસોચ્છ્વાસ સહજતાથી ચાલવા દેવા. તે સિવાય મનના વિચારો શૂન્ય થઈ જવા જોઈએ. ત્યારબાદ બેઠા થઈને સહજ-આસન, સુખાસન કે પદ્માસનમાં ટટ્ટાર બેસવું. ઉલ્લેખનીય છે કે, પ્રાણાયામ ધ્યાનનો પાયો છે. પ્રાણાયામ વિના મન અને ઇન્દ્રિયો અંકુશમાં આવતી નથી. માનસિક તાણના સંજોગોમાં પ્રાણાયામ એટલે માત્ર ઊંડા શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરવાની છે.
ક્રોનીક સ્ટ્રેસ ઘટાડવાના ઘરેલુ ઉપાય
તુલસીના પાનનો ઉપયોગ સ્ટ્રેસની સ્થિતિ ઘટાડવામાં મદદ કરશે. સવારે તુલસીના પાન ચાવવા અથવા ગરમ પાણીમાં થોડા પાન ઉમેરીને તાજુ પાણી પીવું, તુલસીની ચા પીને અથવા તુલસી સિવાય ગ્રીન ટીનું સેવન કરવાથી સ્ટ્રેસ દૂર થાય છે. એક કપ ગ્રીન ટી સાથે મધ અને લીંબુ સ્ટ્રેસમાં રાહત મેળવવાનો ઉત્તમ માર્ગ છે. દરરોજ રાત્રે એક ગ્લાસ ગરમ દૂધમાં અશ્વગંધાનું મૂળ ઉકાળો, જે ઉંઘમાં પણ સુધારો કરશે અને સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરશે.
શું તમે આ જાણો છો?