ETV Bharat / city

રાજકોટમાં છેલ્લા 6 માસમાં 108 એમ્બ્યુલન્સમાં 150 મહિલાઓની સફળ પ્રસુતિ

author img

By

Published : Jul 9, 2021, 9:06 AM IST

સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે તેનો બીજો જન્મ થાય છે, પણ આ દરમિયાન તેને અસહ્ય પીડાનો પણ અનુભવ થતો હોય છે. આવી પરિસ્થિતિમાં યોગ્ય સારવાર મળવી ખુબ જરૂરી હોય છે. કેટલીક વાર માતા હોસ્પિટલ સુધી પહોંચી શકતી નથી અને કોઈ એકને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. રાજકોટમાં છેલ્લા 6 મહિનામાં 150 મહિલાઓની સફળ પ્રસુતિ કરાવી હતી.

108
રાજકોટમાં છેલ્લા 6 માસમાં 108 એમ્બ્યુલન્સમાં 150 મહિલાઓની સફળ પ્રસુતિ
  • રાજકોટ 108 એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી
  • છેલ્લા 6 માસમાં 105 સફળ પ્રસુતિ કરાવી
  • એક પણ બાળક-માતાના મૃત્યું નહીં

રાજકોટ: એમ્બ્યુલન્સની સાયરન વચ્ચે નવજાત બાળકનું મીઠું રુદન જ્યારે માતાને સંભળાય છે, ત્યારે તેનું હૃદય પુલકિત બની જાય છે. પોતાની કૂખે જન્મેલા નવજાત બાળકને જોઈ પ્રત્યેક માતાને પરમસુખની અનુભૂતિ થતી હોય છે. રાજકોટ જિલ્લાની આવી 150થી વધુ માતાઓને 108ની ટીમ દ્વારા છેલ્લા 6 માસમાં ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતી કરાવીને માતા - બાળકને મોતના મુખમાંથી બચાવી હતી.

કેટલાક કિસ્સાઓમાં 108 હોસ્પિટલ પર પહોંચે તે પહેલા જ ડીલેવરી

પ્રસૂતા મહિલાઓને ખીલખીલાટ વાન દ્વારા તેમની પ્રસુતિ અને પછીની સારસંભાળ માટે સેવા આપવામાં આવતી હોઈ છે, પરંતુ કેટલાક ઈમરજન્સીના કિસ્સાઓમાં પ્રસૂતા મહિલાઓને લેબર પેઈન ઉપાડતા 108ને ફોન પર જાણ કરવામાં આવે છે. જયારે અન્ય કેટલાક ખાસ કિસ્સાઓમાં હેલ્થ સેન્ટર ખાતેથી મહિલાઓને ઇમર્જન્સીમાં હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવે છે. આવા સમયે 108 વાન હોસ્પિટલ પર પહોંચે તે પહેલા જ પ્રસુતાને ડીલેવરી થઈ જતી હોય છે.

આ પણ વાંચો : નવી 108 હશે વધુ સુવિધાસભર, વધુ સ્પેસ સહિત AC જેવી સુવિધાઓમાં કરાયો વધારો

જાન્યુઆરી - 2021થી જૂન સુધીમાં ૧૫૦થી વધુ મહિલાઓને પ્રસુતિ

જિલ્લાની 31 જેટલી 108 વાનમાં જાન્યુઆરી - 2021 થી જૂન માસ સુધીમાં 150 થી વધુ મહિલાઓને પ્રસુતિ કરાવી છે. આ માટે સ્ટાફને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. આ ઉપરાંત 108 એમ્બ્યુલન્સમાં ડીલેવરી માટે ખાસ સ્ટરીલાઈઝ કરેલી કીટ ઉપલબ્ધ હોય છે. જેમાં નાળ કાપવા માટે સર્જીકલ બ્લેડ, ટુવાલ તેમજ, ડિસ્પોઝેબલ ગ્લોવ્ઝ, એપ્રન, માસ્ક, કેપ, મ્યુકસ એક્સટ્રેક્ટર, સ્પંજ સહિતના સાધન સામગ્રી હોય છે.

108માં ડિલિવરીમાં ક્યારેક કોમ્પ્લિકેટેડ કેસ

108માં પ્રસૂતા મહિલાની ડિલિવરીમાં ક્યારેક કોમ્પ્લિકેટેડ કેસ પણ આવે છે. સામાન્ય રીતે બાળકના જન્મ સમયે માથું પહેલા બહાર આવે છે પરંતુ કેટલાક કિસ્સામાં બાળક ફરી ગયું હોય કે ગળામાં નાળ વીંટળાઈ જાય તે સમયે ટીમ દ્વારા ખાસ ધ્યાન રાખવું પડે છે. અધૂરા માસે પ્રસુતિ જેવા કિસ્સાઓમાં આવા સમયે ઓનલાઇન ડોક્ટર્સની પણ જરૂર પડ્યે મદદ લેવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં જોડિયા બાળકોની પણ ડીલેવરી થતી હોઈ છે.

આ પણ વાંચો : જામનગર: પ્રસંશનીય સેવા બદલ 108 એમ્બ્યુલન્સના નવ કર્મીઓને કરાયા સન્માનિત

એકપણ બાળનું મૃત્યુ નહિ

ઈ.એમ.ટી. રાજુભાઈ જણાવે છે કે, બાળકને ઓક્સિજનની જરૂર પડે ત્યારે તેઓને ઓક્સિજન માસ્ક લગાડી કે બ્લો બાય મેથડ દ્વારા હાથેથી ઓક્સિજન આપવો પડે છે. જો કે કોઈપણ સંજોગોમાં 108ના ઈ.એમ.ટી. ના સભ્યો માતા તેમજ બાળકોને સુરક્ષિતા પુરી પાડી એકપણ બાળનું મૃત્યુ થયું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.