ETV Bharat / city

LIVE VIDEO : અંડરબ્રિજમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ફસાઈ, મહામહેનતે કરાયું રેસ્ક્યૂ - Due to Rain Traffic jam in Rajkot

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અષાઢી બીજના (Ashadhi Bij 2022) દિવસે મેઘરાજા મહેરબાન થયા હતા. આ સાથે જ ગોંડલમાં ભારે વરસાદ નોંધાયો હતો. આના કારણે લાલપુર અંડરબ્રિજ પર પાણી ભરાતાં ખાનગી કૉલેજની બસ ફસાઈ હતી. બીજી તરફ સ્થાનિકોએ મહામહેનતે આ બસને બ્રિજમાંથી બહાર કાઢી હતી.

LIVE VIDEO : અંડરબ્રિજમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ફસાઈ, મહામહેનતે કરાયું રેસ્ક્યૂ

author img

By

Published : Jul 2, 2022, 12:27 PM IST

Updated : Jul 2, 2022, 2:05 PM IST

ગોંડલ : સૌરાષ્ટ્ર પંથકના પડેલા ભારે વરસાદને લઈને રાજકોટના ગોંડલમાં વિદ્યાર્થીઓની (Heavy Rain in Rajkot) બસ ફસાઈ હતી. તો ફસાયેલી આ બસનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગની આગાહીના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર પંથકની અંદર ગાજવીજ સાથે ઘણી જગ્યા ઉપર ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી ગોંડલમાં પણ ધોધમાર વરસાદ પડતા ગોંડલની અંદર લાલપુર અંડરબ્રિજ પાસે પાણી ભરાતાં ખાનગી યુનિવર્સિટીની બસ પાણીમાં (College Bus Stuck in Rainy Water) ફસાઈ ગઈ હતી.

ગોંડલમાં અંડરબ્રિજમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ફસાઈ

ડ્રાઇવરના બેદરકારી આવી સામે : આ બાબતે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટના બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે બની હોવાનું જાણવા મળ્યું છે. કારણ કે, અંદરબ્રિજની અંદર પાણી ભરાયેલું હોવા છતાં પણ રવિવારે બેદરકારી દાખવી અને બસ પાણીમાંથી પસાર કરવામાં આવી હતી. ગોંડલમાં બસ પાણીમાં ફસાઈ જવા હોવાની બાબત સામે આવતા ગોંડલની સેનિટેશન ટીમ શાખા (Gondal Sanitation Team Branch) દ્વારા ભારત જહેમત બાદ બસને ધક્કો મારીને બહાર કાઢવામાં આવી હતી.

નદીના પ્રવાહમાં કાર તણાઈ

આ પણ વાંચો- અષાઢી બીજના શુકન : સૌરાષ્ટ્ર પંથક પર મેઘરાજાની સવારી, ક્યાં કેટલો વરસાદ વરસ્યો જૂઓ

બ્રિજ પર પાણી ભરાતા ટ્રાફિકજામ : ઉલ્લેખનીય છે કે, પાણી ભરાતા બ્રિજની બંને બાજુ ટ્રાફિકજામ (Due to Rain Traffic jam in Rajkot ) થયો હતો. ત્યારે ગોંડલની ભવનાથ રાધાકૃષ્ણ કૈલાશ ભાગ અને નાની બજાર સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે વરસાદી પાણી ભરેલું હોવા છતાં ડ્રાઈવરે બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું હતું. જોકે, અહીં કોઈ પણ પ્રકારની જાનહાની નહતી થઈ એટલે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો- Heavy Rain in Surat: શરૂઆતના વરસાદમાં જ આ હાલત તો આગળ શું થશે...

નદીના પ્રવાહમાં કાર તણાઈ - તો આ તરફ લોધિકા પંથકમાં ધોધમાર 5 ઈંચ વરસાદ (Heavy Rain in Lodhika) પડ્યો હતો. તેના કારણે ફોફળ નદીમાં ઘોડાપુર (Flood in Fofad River) આવી ગયું હતું. તે સમયે વીજપોલનું કામ કરતા મજૂરો ઘરે પરત આવવા કારમાં નીકળ્યા હતા. ત્યારે નદીના કોઝ-વેમાં તેમની ગાડી ફસાઈ (The car got stuck in the causeway) ગઈ હતી. તેના કારણે કારમાં બેઠેલા 7 જેટલા મજૂરોના જીવ જોખમમાં મૂકાયા હતા. તો આ કાર પણ તણાવવા લાગી હતી.

મજૂરોના જીવ બચાવવા તરવૈયાઓ નદીમાં કૂદ્યા - આ જ સમયે કારમાં બેઠેલા મજૂરો જીવ બચાવવા માટે ગાડીની છત પર ચડી (The car got stuck in the causeway) ગયા હતા. જોકે, ઘટનાની જાણ થતાં ગામના લોકો તેમની મદદે આવ્યા હતા. તેમણે દોરડા વડે આ સાતેય મજૂરોને ખેંચી તેમને બહાર કાઢ્યા હતા. તો ગામના તરવૈયાઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને નદીમાં કૂદી આ લોકોની મદદ કરી હતી.

Last Updated : Jul 2, 2022, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.