રાજકોટ: ધોરાજીમાં એક લગ્નપ્રસંગમાં (wedding ceremony in dhoraji) વરરાજાને તેમના મિત્રવર્તુળ દ્વારા ગેસ સિલિન્ડર ભેટ (Gas cylinder as wedding gift)માં આવ્યું હતું. થોડા દિવસ પૂર્વે ધોરાજીના એક પરિવારમાં લગ્નપ્રસંગ હતો ત્યારે પણ નવદંપતીના મિત્ર મંડળે તેમને મીઠાઈના બોક્સમાં લીંબુની ભેટ (lemon as wedding gift in Gujarat) આપીને મોંઘવારી પર કારમો કટાક્ષ કર્યો હતો. લગ્નમાં આ પ્રકારના કટાક્ષની પરંપરા વધુ એક વખત ધોરાજી જાળવતું જોવા મળી રહ્યું છે.
ખાદ્યતેલનો ડબ્બો આપીને શુભાશિષ પાઠવ્યા- મકવાણા પરિવારને ત્યાં આયોજિત લગ્નમાં નવદંપતીને તેમના મિત્રોએ ગેસનું સિલિન્ડર (Gas cylinder price in gujarat) અને ખાદ્ય તેલનો ડબ્બો (Edible Oil Prices In Gujarat) આપીને લગ્નજીવનની શુભ શરૂઆત કરવાના શુભ આશિષ પાઠવ્યા હતા. સતત વધી રહેલું મોંઘવારીનું પ્રમાણ હવે લગ્ન જેવા શુભ પ્રસંગોમાં પણ જોવા મળી રહ્યું છે. લગ્ન પ્રસંગમાં કિંમતી અને યાદગાર ભેટ-સોગાતોની પરંપરામાં આજે ઘણીવાર અચરજ અને કટાક્ષ કરે તેવી ભેટ લગ્નપ્રસંગમાં નવદંપતિને મળી રહી છે.
આ પણ વાંચો: Ranbir Alia Wedding: સુરતના જ્વેલર્સે રણબીર-આલિયાને ગિફ્ટ કર્યું 5 ફૂટનું 125 ગોલ્ડ પ્લેટેડ રોઝનું બુકે
વધતી મોંઘવારીથી લોકો કંટાળ્યા- મકવાણા પરિવારમાં આજે લગ્નનો પ્રસંગ હતો. ધોરાજી (Wedding In Dhoraji)માં નવદંપતીના તેમના મિત્ર સર્કલ દ્વારા મોંઘવારી પર વ્યંગ કરતા ગેસ સિલિન્ડરની ભેટ વરરાજાને આપવામાં આવી હતી. દિવસે દિવસે રાંધણગેસ અને ખાદ્યતેલ સહિતની જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. નવદંપતીને સતત વધી રહેલા રાંધણગેસના ભાવ અને ખાદ્ય તેલના ભાવ નવુંજીવન શરૂ કરવામાં નડે નહીં તે ઉદ્દેશથી આ ભેટ આપવામાં આવી હતી. સાથે જ આ ભેટ દ્વારા મોંઘવારી પર વ્યંગ પણ કરવામાં આવ્યો છે.