- રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં શિયાળુ પાકની સતત આવક
- જૂની જણસીની હરાજી ન થાય ત્યાં સુધી નવી આવક પર રોક
- નવી આવક શરૂ કરવાની હશે, ત્યારે ખેડૂતોને SMS દ્વારા જાણ કરવામાં આવશે
રાજકોટ : બેડી માર્કેટિંગ યાર્ડમાં શિયાળુ પાકની સતત આવક થઈ રહી છે. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ જુદી-જુદી જણસીથી ઉભરાયું છે. હાલ બેડી માર્કેટિંગ યાર્ડમાં ચણા, ધાણા, ઘઉં, સુકા મરચા સહિતની જણસીની આવક થઈ છે. જેના કારણે જ્યાં સુધી જૂની જણસીની થયેલી આવકની હરાજી ન થાય ત્યાં સુધી નવી આવક પર રોક લગાવવામાં આવી છે.
આ પણ વાંચો: રાજકોટ યાર્ડમાં આ વર્ષે મરચાનો ભાવ રૂ. 2200થી 3200 મળતા ખેડૂતોમાં ખુશી
આગામી મંગળવારથી નવી આવક શરૂ થાય તેવી શક્યતા
મીડિયા સાથેની વાતચીતમાં બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી. કે. સખિયાએ જણાવ્યું હતું કે, હાલ નવી આવક પર રોક લગાવવામાં આવી છે. ત્યારે માર્કેટયાર્ડમાં જ્યારે પણ નવી આવક શરૂ કરવાની હશે ત્યારે ખેડૂતોને SMS દ્વારા જાણ કરવામાં આવશે. ત્યારે આગામી મંગળવારથી નવી આવક શરૂ થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.