રાજકોટઃ લોકડાઉન-4ને લઈને સરકારના આદેશ અનુસાર એસટી બસ સેવા શરૂ કરવાની સૂચનાને રાજકોટ એસટી વિભાગ દ્વારા 75 શિડયુલ અને ગોંડલ એસટી વિભાગ દ્વારા 12 શિડયુલનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધીનું સંચાલન કરવામાં આવશે. લોકોની સુરક્ષાની સાવચેતી રૂપે તૈયારી કરી એસટી ડેપો અને એસટી બસને ગોંડલ નગરપાલિકા દ્વારા સેનેટાઇઝર કરવામાં આવ્યું અને ગોંડલ બસ સ્ટેન્ડની અંદર સાફ સફાઈ કરવામાં આવી હતી.
સરકારની ગાઈડ લાઈન પ્રમાણે લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે દરેક બસમાં 30 પ્રવાસી બેસાડવામાં આવ્યા હતા. હાલ 12 શિડયુલ ચાલુ કરવામાં આવ્યા છે. જસદણ, ધોરાજી, જેતપુર, રાજકોટ, જામકંડોરના રૂટ ચાલુ કરવામાં આવ્યા છે. તમામ પ્રવાસીનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું હતું અને સાવચેતીના ભાગ રૂપે કોઈ પણ પ્રવાસી એસટી બસમાં પ્રવાસ માટે એન્ટ્રી કરશે ત્યારે તેમના હાથને સેનીટાઈઝરથી સાફ કરવવામાં આવશે અને એસટી બસના ડ્રાઈવર અને કંડકટરને હેન્ડ ગ્લોઝ અને માસ્ક ફરજીયાત પહેરવાના રહેશે.