ETV Bharat / city

SpiceJet Flight: દિલ્હી જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ ATCની મંજૂરી વિના રાજકોટથી ઉપાડવા મામલે તપાસ શરૂ

દિલ્હી જતી સ્પાઈસ જેટની એક ફ્લાઈટ ATCની મંજૂરી (Flight Took Off without ATC Approval) વિના રાજકોટથી ઉપડતા તપાસ (Rajkot to Delhi Spicejet Flight) શરૂ કરવામાં આવી હતી. આ ઘટના બાદ એરલાઈન કંપનીના પાયલોટ્સને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ‘ઓફ-ડ્યુટી’ પર મૂકવામાં આવ્યા હતા.

Delhi-bound SpiceJet flight takes off from Rajkot without ATC's clearance

author img

By

Published : Jan 2, 2022, 1:51 PM IST

નવી દિલ્હી: એર ટ્રાફિક કંટ્રોલ (ATC) રાજકોટની ફરજિયાત ટેક-ઓફ પરવાનગી વગર ગયા અઠવાડિયે દિલ્હી (Flight Took Off without ATC Approval) જતી સ્પાઈસ જેટની ફ્લાઇટ (Rajkot to Delhi Spicejet Flight) ગુજરાતના રાજકોટથી ઉપડી હતી. ભારતના એવિએશન વોચડોગ, ડાયરેક્ટર- જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ સ્પાઇસજેટના પાઇલોટ્સ સામે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.

30 ડિસેમ્બર 2021ના રોજ બની ઘટના

રાજકોટ એરપોર્ટ ડિરેક્ટરના (A senior officer of AAI) જણાવ્યા અનુસાર આ ઘટના 30 ડિસેમ્બર 2021ના રોજ બની હતી. પાયલોટે રાજકોટ ATC પાસેથી ફરજિયાત ટેક- ઓફની પરવાનગી લીધી ન હતી. એક વિગતવાર અહેવાલ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) હેડક્વાર્ટર અને DGCAને મોકલવામાં આવ્યો છે.

પરવાનગી લીધા વિના એરક્રાફ્ટના પાઇલટ્સે દિલ્હી માટે ટેક- ઓફ કર્યું

ફ્લાઇટના સમયપત્રક મુજબ SG- 3703 દિલ્હી માટે ટેક- ઓફ કરવા માટે સમયસર હતું પરંતુ ATC દ્વારા જોવામાં આવ્યું હતું કે ટેક-ઓફ માટે ફરજિયાત પરવાનગી લીધા વિના એરક્રાફ્ટના પાઇલટ્સે દિલ્હી માટે ટેક- ઓફ કર્યું હતું.

પાઈલટે માફી માગી અને કહ્યું કે આ એક ભૂલ હતી

AAIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, રાજકોટ ATCએ તેના સંદેશાવ્યવહાર દ્વારા પાયલોટ્સને પૂછ્યું કે, તમે ટેક- ઓફની પરવાનગી વિના કેવી રીતે ઉડાન ભરી. જવાબમાં પાઇલટે માફી માગી અને કહ્યું કે તે એક ભૂલ હતી. આ વાતચીત જ્યારે પ્લેન ટેક ઓફ થયું ત્યારે થઈ હતી.

TC તરફથી કોઈપણ એરક્રાફ્ટ માટે ફરજિયાત ટેક- ઓફ પરવાનગી જરૂરી

સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ (SOP) મુજબ ફ્લાઇટ ટેક- ઓફ થાય તે પહેલાં ATC તરફથી કોઈપણ એરક્રાફ્ટ માટે ફરજિયાત ટેક- ઓફ પરવાનગી જરૂરી છે, ભલે રનવે સુરક્ષિત હોય કે ન હોય અથવા અન્ય કોઈ એરક્રાફ્ટ ઈમરજન્સી માટે ન આવે.

તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પાયલોટ્સ ઓફ-ડ્યુટી પર

સ્પાઇસજેટના જણાવ્યા પ્રમાણે પાયલોટને (SpiceJet pilots) તપાસ માટે બાકી રાખવામાં આવ્યા છે. આ ઘટના બાદ એરલાઈન કંપનીના પાયલોટ્સને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ‘ઓફ-ડ્યુટી’ પર મૂકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Indian Economy: ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 8 ટકાથી વધુ: વડાપ્રધાન મોદી

આ પણ વાંચો: Worlds Shortest Woman Elif Kocaman Died: વિશ્વની સૌથી ટૂંકી મહિલા એલિફ કોકામનનું નિધન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.