- રાજકોટ મનપા ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારક તરીકે સ્મૃતિ ઈરાની મેદાને
- સ્મૃતિ ઇરાનીએ સભામા નામ લીધા વિના રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર
- આગામી 21 તારીખે યોજાશે મહાનગરપાલિકાની ચૂંટણી
રાજકોટઃ મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે રાજકોટમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની પ્રચાર કરવા પહોંચ્યા હતા. શહેરના ત્રિકોણબાગથી વોર્ડ નંબર-7ના મત વિસ્તારમાં પદયાત્રાથી રાજકોટમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. આ ઉપરાંત રાજકોટના વોર્ડ નં.11 અને 12માં પણ સભાઓ ગજવી હતી.
સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
સ્મૃતિ ઇરાનીએ સભામા નામ લીધા વગર રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર કરી કહ્યું હતું કે, 'જીતે થે એક બાર જો અમેઠી સે સાલ 2019મેં હાર ગયે'. નરેન્દ્ર મોદીને હંમેશા નફરતની નજરોથી જૂએ છે. મોદી પ્રત્યે નફરત એટલી વધી ગઈ કે જે કોંગ્રેસ પાર્ટી ચાયવાળાથી નારાજ હતી તે હવે તમામ ગુજરાતીની 'ચા'થી નારાજ છે. જેના જમાઈ જમીન ઝડપી લે તેના હાથ ખિસ્સામાં ના હોય તો ક્યાં હોય. કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાતનું ખૂબ અપમાન કર્યું. આંકડા આપતા જણાવ્યું કે, કોંગ્રેસનાં સમયમાં ગુજરાતને માત્ર 6700 કરોડ ગ્રાન્ટ ફાળવી 2014માં નરેન્દ્ર મોદીની સરકાર બની ત્યારથી ગુજરાતને પ્રતિવર્ષ 25000 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ રહી છે.