- રાજકોટથી આ બસ રાત્રે 9 વાગ્યે ઉપડશે
- નાથદ્વારા સહિતના રૂટની બસો આજથી શરૂ
- સ્લિપિંગ કોચની ટિકિટ 505 અને સિટિંગની 425 રૂપિયા રહેશે
રાજકોટઃ રાજકોટ એસ.ટી. ડિવિઝને કેટલીક લાંબા રૂટની બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. તેમાં સોમવારથી સુરત એક્સપ્રેસ, દાહોદ, મંડોર અને નાથદ્વારા રૂટની બસ શરૂ કરવામાં આવી છે. રાજકોટ નાથદ્વારા રૂટની સ્લીપર કોચ સેવા સોમવારથી શરૂ કરવામાં આવી છે.
રાત્રી કરર્ફ્યુના સમયમાં ફેરફાર કરતા કર્યો નિર્ણય
રાજકોટમા રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલી થતા રાજકોટ-નાથદ્વારા સ્લિપર કોચ બસ સેવા બંધ કરવા ફરજ પડી હતી, ત્યારે હવે કર્ફ્યુનો સમય રાત્રે 10થી સવારે 6 સુધીનો કરવામાં આવતા રાજકોટ-નાથદ્વારા સહિતના રૂટની બસ પુન:શરૂ કરવામાં આવી છે.