રાજકોટમાં યાજ્ઞિક રોડ પર ધનરજની બિલ્ડિંગનો સ્લેબ તૂટ્યો, સ્થાનિકોએ 7 લોકોને હેમખેમ બહાર કાઢ્યા - The slab of the building on Yagnik Road broke
રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલા ધનરજની બિલ્ડિંગની બાલ્કનીનો સ્લેબ અચાનક જ તૂટી પડ્યો હતો, જેના કારણે નીચેની ત્રણથી ચાર દુકાન દટાઈ ગઈ હતી. જ્યારે આ દુકાનમાં રહેલા 5થી 7 લોકો પણ સ્લેબ નીચે દટાયા હતા. જોકે, ઘટનાના કારણે કોઈ જાનહાની નથી થઈ. જોકે, ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે આવીને તૂટેલા સ્લેબને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

- રાજકોટમાં યાજ્ઞિક રોડ પર ધનરજની બિલ્ડિંગનો સ્લેબ તૂટ્યો
- ફાયરબ્રિગેડ આવે તે પહેલા સ્થાનિકોએ 7 લોકોને સ્લેબમાંથી બહાર કાઢ્યા
- સ્લેબ પડવાથી નીચેની ત્રણથી ચાર દુકાનો દટાઈ ગઈ સ્લેબ પડવાથી નીચેની ત્રણથી ચાર દુકાનો દટાઈ ગઈ
રાજકોટઃ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી ધનરજની બિલ્ડિંગની બાલ્કનીનો સ્લેબ અચાનક તૂટી ગયો હતો, જેના કારણે સ્લેબ નીચે રહેલ ત્રણથી ચાર દુકાનો દટાઈ ગઈ હતી. જ્યારે આ દુકાનમાં રહેલા 5થી 7 લોકો પણ દટાયા હતા. જોકે, આ ઘટનમાં કોઈ જાનહાની નથી થઈ. અત્યારે ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી સ્લેબ હટાવવાની કામગીરી શરૂ કરી છે. જોકે, અત્યારે આ વિષય સમગ્ર રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો- ભરૂચઃ જંબુસરના નોંધણા ગામે મકાન ધરાશાયી, 2 સગી બહેનોના મોત
સ્થાનિકોએ 5થી 7 લોકોને બચાવ્યા
રાજકોટમાં બિલ્ડિંગ પડવાની ઘટનાના કારણે હાહાકાર મચી ગયો હતો. આ ઘટનાને પગલે ફાયર વિભાગનો સ્ટાફ પણ ઘટનાસ્થળે આવ્યો હતો અને સ્લેબ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગનો સ્ટાફ આવે તે પહેલા સ્થાનિકોએ 4થી 5 લોકોને સ્લેબમાંથી બહાર કાઢ્યા હતા.આ સમગ્ર ઘટના દરમિયાન હજી સુધી કોઈ મોટી જાનહાની કે ગંભીર ઈજાના સમાચાર બહાર નથી આવ્યા. તો અત્યારે ફાયર વિભાગની ટીમ સ્લેબને હટાવવાની કામગીરી કરી રહી છે.

આ પણ વાંચો- રાજકોટમાં બિલ્ડીંગ રીનોવેશન દરમિયાન સ્લેબ ધરાશાયી, બે મજૂરનાં મોત
ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં વળ્યાં
યાગ્નિક રોડ ઉપર આવેલા ધનરજની બિલ્ડિંગનો સ્લેબ પડી જવાની ઘટના સામે આવતા યાજ્ઞિક રોડ પર લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા. જ્યારે પોલીસ પણ ઘટનાસ્થળે આવી હતી. સમગ્ર મામલે રાજકોટ પોલીસના ઝોન 1ના ડીસીપી પ્રવીણકુમારે પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને આગળની કાર્યવાહી કરવાની વાત કરી હતી. જ્યારે કોર્પોરેશન દ્વારા પણ આ બિલ્ડીંગ કેટલા વર્ષ જૂનું છે, તેમ જ બિલ્ડિંગ પાસે NOC છે કે નહીં સહિતના કાયદેસરના દસ્તાવેજો છે કે કેમ તે સમગ્ર મામલે પણ તપાસ શરૂ કરી છે. બિલ્ડીંગની બાલ્કનીનો સ્લેબ પડી ભાંગવાની ઘટનાને પગલે હાલ વિસ્તારમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
સ્લેબ નીચે પાર્ક કરેલા વાહનોને ભારે નુકસાન
બાલ્કનીનો સ્લેબ પડી ભાગવાની ઘટનાના કારણે અહીં નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્ક કરેલા વાહનો દબાઈ ગયા હતા, જેના કારણે વાહનોને નુકસાન પહોંચ્યું હતું. જ્યારે 5થી 7 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બાલ્કનીનો સ્લેબ પડવાના કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી 3થી 4 દુકાનમાં પણ ભારે નુકસાન થયું હતું. આ દુકાનની અંદર જે ગ્રાહકો હતા તે પણ ફસાઈ ગયા હતા. જોકે, સ્થઆનિકોએ ગ્રાહકોને હેમખેમ બહાર કાઢ્યા હતા.