- કરફ્યૂ દરમિયાન ફરજ બજાવતા પોલીસ જવાનો દ્વારા સઘન ચેકિંગ
- રાજકોટમાં પહેલા દિવસથી જ પોલીસ એક્શન મોડમાં
- શહેરના વિવિધ રસ્તાઓ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
રાજકોટ : શહેરમાં રાત્રિ કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ શહેરમાં કરફ્યૂની બીજી રાત્રિના 9 કલાકથી રાજકોટમાં પોલીસ દ્વારા કરફ્યૂનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે રાતના 9 કલાકથી સવારના 6 કલાક સુધી રાજકોટમાં કરફ્યૂ જાહેર કર્યું છે. જે કારણે રાજકોટ પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં બંદોબસ્ત અને પેટ્રોલિંગ કરીને કરફ્યૂનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવી રહ્યો છે.
રાજકોટ શહેરના રાત્રિ કરફ્યૂના આકાશી દ્રશ્યો
શહેરના 150 ફૂટ રીંગ રોડ અને મવડી ચોકડી પરના દ્રશ્યો સુમસામ જોવા મળ્યા છે. જે રાત્રિ કરફ્યૂ દરમિયાન ETV BHARAT દ્વારા લેવામાં આવ્યા છે. જેમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, રાજકોટમાં પોલીસ દ્વારા કરફ્યૂનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જે લોકો રાત્રિ દરમિયાન બહાર નીકળી રહ્યા છે, તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાજકોટમાં રાત્રી કરફ્યૂનો ચુસ્તપણે અમલ કરાવતી પોલીસ
રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં 2 દિવસ સંપૂર્ણ કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નવી સૂચના ન મળે, ત્યાં સુધી રાત્રિના 9થી સવારે 6 કલાક સુધી કરફ્યૂનું જાહેરનામું બહાર પાડ્યું છે. જે બાદ વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ રાત્રિ કરફ્યૂનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજકોટમાં કરફ્યૂ અંગે પોલીસ સાથે ETV BHARAT દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.