ETV Bharat / city

Skin Bank In Rajkot: સૌરાષ્ટ્રની પ્રથમ સ્કીન બેંક રાજકોટમાં શરૂ થશે, તૈયારીઓ શરૂ

author img

By

Published : Mar 15, 2022, 4:21 PM IST

રાજકોટ PDU હોસ્પિટલ (pdu hospital rajkot)માં રોટરી ક્લબના સહયોગથી સ્કીન બેંક (Skin Bank In Rajkot) શરૂ કરવામાં આવશે. આ સૌરાષ્ટ્રની પ્રથમ સ્કીન બેંક હશે. સ્કિન બેંક માટેના સ્ટાફને 10 દિવસની ટ્રેનિંગ માટે મુંબઈ મોકલવામાં આવશે.

Skin Bank In Rajkot: સૌરાષ્ટ્રની પ્રથમ સ્કીન બેંક રાજકોટમાં શરૂ થશે, તૈયારીઓ શરૂ
Skin Bank In Rajkot: સૌરાષ્ટ્રની પ્રથમ સ્કીન બેંક રાજકોટમાં શરૂ થશે, તૈયારીઓ શરૂ

રાજકોટ: સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ (pdu hospital rajkot) એવી રાજકોટ PDU હોસ્પિટલમાં આગામી દિવસોમાં સ્કીન બેંક (Skin Bank In Rajkot)શરૂ કરવામાં આવશે. આ માટે સિવિલ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રોટરી ક્લબની મદદથી આ સ્કીન બેંક શરૂ થશે. જેના કારણે સ્કીનની જરૂરિયાતવાળા અનેક દર્દીઓને તેનો સીધો લાભ મળશે.

સ્કીનની જરૂરિયાતવાળા અનેક દર્દીઓને તેનો સીધો લાભ મળશે.

સ્ટાફને અદ્યતન ટ્રેનિંગ આપવામાં આવશે-આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ (Superintendent of Rajkot Civil Hospital) ડો. આર.એસ. ત્રિવેદીએ Etv Bharatને જણાવ્યું હતું કે, હાલ સૌરાષ્ટ્રની પ્રથમ કહી શકાય તેવી સ્કીન બેંક સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવવાની છે. જેના માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જ્યારે આ સ્કીન બેંકના સ્ટાફને 10 દિવસની ટ્રેનિંગ (Training For Skin Bank Staff)માટે મુંબઈ મોકલવામાં આવશે. આ ટીમ રાજકોટના અન્ય સ્ટાફને પણ ટ્રેનિંગ આપશે. હાલ અમે સ્કીન બેંક શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. અમારી પાસે આ માટે 2 પ્રોફેસર સહિત પૂરતો સ્ટાફ પણ છે અને આગામી દિવસોમાં જરૂર પડશે તો વધુ સ્ટાફ માટેની માંગણી સરકાર પાસે કરીશું.

સ્કીન બેંકના સ્ટાફને 10 દિવસની ટ્રેનિંગ માટે મુંબઈ મોકલવામાં આવશે.

આ પણ વાંચો: Rajkot AIIMS Hospital : રાજકોટ AIIMS સુધી પહોંચવું થશે સરળ, ST વિભાગ શરૂ કરશે બસ સેવા

દાઝેલા દર્દીઓને સૌથી વધુ હોય છે જરૂરિયાત-સ્કીન બેંક બનવાના કારણે સૌથી વધુ લાભ દાઝેલા દર્દીઓને થશે. જેમની સ્કીન બળી ગઈ હોય તેમની સ્કીન બદલી શકાશે. હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ 7થી 10 દર્દીઓ (burn patients in rajkot) આવી સ્કીન જરૂરિયાતવાળા દાખલ થતા હોવાનું પણ ડો.આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું છે. સ્કીન બેંક શરૂ થશે તો તેનો લાભ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકોને થશે. આગામી દિવસોમાં લોકોમાં પણ સ્કીનને દાન કરવા માટેની જાગૃતિ આવે તે દિશામાં પણ હોસ્પિટલ તંત્ર કામ કરશે તેવું સિવિલ તંત્ર દ્વારા જણાવામાં આવ્યું છે.

સિવિલ હોસ્પિટલની મદદથી સૌરાષ્ટ્રની પ્રથમ સ્કીન બેંક શરૂ થશે.

આ પણ વાંચો: Paresh Dhanani in Rajkot : પરેશ ધાનાણીએ કહ્યું જેને પણ કોંગ્રેસના માધ્યમથી લોકોની સેવા કરવી છે તે આવકાર્ય, કોની માટે કહ્યું તે જાણો

રોટરી ક્લબ દ્વારા 5 મશીન આપવામાં આવ્યા-રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રોટરી ક્લબ (Rotary Club rajkot)ના સહયોગથી સ્કીન બેંક શરૂ થવાની છે. આ અંગે રોટરી કલબ ઓફ રાજકોટના પ્રમુખ હિતા બેન મહેતાએ Etv Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્કીન બેંક માટે રૂપિયા 35 લાખના ખર્ચે અમે 5 આધુનિક મશીન સિવિલ હોસ્પિટલમાં આપ્યા છે. જેના થકી સિવિલ હોસ્પિટલની મદદથી સૌરાષ્ટ્રની પ્રથમ સ્કીન બેંક શરૂ થશે. જેનો લાભ હજારો દર્દીઓને મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.