- જામકંડોરણામાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના કારોબારી સભ્યોની મિટિંગ
- સભ્યોની સંમતિથી નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી
- સુખદેવસિંહ જાડેજાને સર્વ સંમતિથી પ્રમુખ તરીકે નિયુક્ત
રાજકોટ : જામકંડોરણામાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના કારોબારી સભ્યોની મિટિંગ કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે સુખદેવસિંહજી જાડેજા(પીપરડી), મહામંત્રી તરીકે નાથુભા જાડેજા અને ઉપપ્રમુખ તરીકે કેશુભાઈ મઢવી નિમાયા હતા.
કારોબારી સભ્યોની મિટિંગ કરવામાં આવી
આજરોજ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનની કારોબારી સભ્યોની મિટિંગ કરવામાં આવી હતી. તમામ સભ્યોની સંમતિથી નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમા સુખદેવસિંહ જાડેજા (પીપરડી)ને સર્વ સંમતિથી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં. ઉપપ્રમુખ કેશુભાઈ મઢવી અને મહામંત્રી નાથુભા જાડેજાને બનાવવામાં આવ્યા હતા.
હોદ્દેદારોનું ફૂલહારથી સન્માન
મજૂર એસોસિયેશનના પ્રમુખ ભીખાભાઇ ચુડાસમા અને કારોબારી સભ્યો શ્રી મુન્નાભાઈ પાનસૂરિયા, મેઘાભાઈ ગોવાભાઈ મઢવીએ હાજરી આપી હતી. હોદ્દેદારોનું ફૂલહારથી સન્માન કર્યું હતું.