ETV Bharat / city

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં, હવે પ્રોફેસર્સની ભરતી પ્રક્રિયામાં ગોટાળો - રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University in controversy) કરાર આધારિત પ્રોફેસરોની હવે 11 મહિનાની જગ્યાએ 45 દિવસ માટે જ ભરતી (Contract Professors of Saurashtra University) કરવામાં આવશે. તો અચાનક આ ફેરફાર થવાનું કારણ શું છે તે જાણો અમારા આ અહેવાલમાં.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં, હવે પ્રોફેસર્સની ભરતી પ્રક્રિયામાં ગોટાળો

author img

By

Published : Jun 9, 2022, 8:03 AM IST

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અવારનવાર વિવાદમાં જોવા મળતી હોય છે. ત્યારે હવે ફરી એક વાર આ યુનિવર્સિટીનો વિવાદ (Contract Professors of Saurashtra University) સામે આવ્યો છે. આ વખતે મુદ્દો છે પ્રોફેસર્સની ભરતીનો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 11 માસના કરાર આધારિત 56 પ્રોફેસરની ભરતી માટે ઈન્ટરવ્યૂ શરૂ થયા છે, જેમાં પહેલા જ દિવસે અનામત નીતિનો ભંગ (Violation of reserve policy in professor recruitment) થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નવું ભોપાળું (Saurashtra University in controversy) સામે આવ્યું છે.

અનામત ક્વોટાની અમલવારી માટે રજૂઆત
અનામત ક્વોટાની અમલવારી માટે રજૂઆત

પ્રોફેસર્સની હવે 45 દિવસ માટે જ કરાશે ભરતી - યુનિવર્સિટીમાં 40,000 રૂપિયાના પગાર સાથે 11 માસના કરાર ઉપર પ્રોફેસર્સની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં અનામત નીતિનો છેદ ઉડતો હોવાની ફરિયાદ નીતિ આયોગમાં તથા અનુસૂચિત જાતિ આયોગે (National Commission for Scheduled Castes) ઈન્ચાર્જ કુલપતિને નોટિસ ફટકરી હતી. આથી હવે ઈન્ચાર્જ કુલપતિએ નિર્ણય બદલવો પડ્યો છે અને આ ભરતી પ્રક્રિયામાં 11 માસને બદલે હવે 45 દિવસ માટે જ પ્રોફેસર્સની ભરતી થશે અને પ્રોફેસર્સના 45 દિવસના જ ઓર્ડર કાઢવામાં આવશે. ત્યારબાદ ફરીથી ઈન્ટરવ્યૂ પ્રક્રિયા (Recruitment process of professors in Saurashtra University) હાથ ધરવામાં આવશે તેવી વિગતો બહાર આવી છે.

પ્રોફેસર્સની હવે 45 દિવસ માટે જ કરાશે ભરતી

અનામત ક્વોટાની અમલવારી માટે રજૂઆત - આ અંગે રાજકોટ શહેર NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 11 માસના કરાર ઉપર પ્રોફેસર્સની ભરતી (Recruitment process of professors in Saurashtra University) કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં SC તેમ જ ST અને OBC ક્વોટાની અમલવારી નહીં થતી હોવાની સ્પષ્ટ જણાઈ આવતા સમગ્ર અનુસુચિત જાતિને (National Commission for Scheduled Castes) સાથે રાખીને અનામત ક્વોટાની અમલવારી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો- Appointment of Chancellors Gujarat: કોંગ્રેસના ગુજરાત સરકાર પર પ્રહાર, કહ્યું10 વર્ષમાં લાયકાત વગરના લોકોને આપ્યું યુનિવર્સિટીના કુલપતિનું પદ

કુલપતિએ સ્વીકાર્યું - NSUIના પ્રમુખે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ સ્વીકાર કર્યો હતો કે, યુનિવર્સિટી દ્વારા પ્રોફેસર્સની જાહેરાતમાં અનામત ક્વોટાની અમલવારી થઈ નથી, જે ખરેખર થવી જોઇએ. એટલે હાથ ધરવામાં આવેલી ઈન્ટરવ્યૂ પ્રક્રિયામાં માત્ર 45 દિવસના ઓર્ડર કાઢવામાં આવશે અને 45 દિવસ બાદ ફરીથી કરારી અધ્યપકોની ઈન્ટરવ્યૂની પ્રક્રિયા (Recruitment process of professors in Saurashtra University) હાથ ધરવામાં આવશે તેવી ખાતરી કુલપતિએ રજૂઆત કરવા ગયેલા અનુસૂચિત જાતિ સમાજના (National Commission for Scheduled Castes) આગેવાનોને આપી હતી.

આ પણ વાંચો- Exam Fever 2022 : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ માટે લિધો મહત્વનો નિર્ણય, થશે આટલા ફાયદાઓ

યુનિવર્સિટીને 30 દિવસમાં જવાબ રજૂ કરવા અપાઈ નોટિસ - આ બાબતે NSUIના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, કરારી પ્રોફેસર્સની ભરતીમાં 45 દિવસથી વધુમાં નોકરીના ઓર્ડર કાઢવામાં આવે તો તેવી ભરતીમાં અનામત ક્વોટાની અમલવારી કરવી ફરજિયાત છે, પરંતુ યુનિવર્સિટીએ આપેલી જાહેરાતમાં આ અમલવારીનો છેદ ઉડી ગયો હોવાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં (National Commission for Scheduled Castes) રજૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત આયોગે યુનિવર્સિટીને 30 દિવસમાં જવાબ રજૂ કરવા માટે નોટિસ ફટકારી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.