- રાજકોટમાં ખંંઢેરી ખાતે થઈ રહ્યું છે એઇમ્સનું નિર્માણ
- દર્દીઓ માટે અનેક સુવિધાઓ વધારો કરવાનો નિર્ણય
- રાજકોટના ખંડેરી ખાતે બનશે સેટેલાઇટ રેલવે સ્ટેશન
રાજકોટઃ શહેરના ભાગોળે જામનગર રોડ પર અંદાજીત 1200 કરોડના ખર્ચે એઇમ્સનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે, એઇમ્સના નિર્માણ સાથે અહીં સારવાર લેવા આવનાર દર્દીઓ માટે પણ અનેક સુવિધાઓ વધારવામાં આવી રહી છે. આ ઉપરાંત, રોડ રસ્તા સહિત અહીં ખંડેરી ખાતે રેલવે સ્ટેશન પણ આગામી દિવસોમાં બનાવા માટેની તૈયારીઓ રેલવે તંત્ર દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો: એઇમ્સ રિવ્યુ બેઠકઃ ખંડેરી રેલવે સ્ટેશનનો વિકાસ, ગ્રીન કોરિડોર બનાવાશે
ખંડેરી ખાતે બનશે સેટેલાઇટ રેલવે સ્ટેશન
રાજકોટ-જામનગર રોડ પર આવેલા ખંડેરી ગામ ખાતે રેલવે તંત્ર દ્વારા આગામી દિવસોમાં સેટેલાઇટ રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. ત્યારે, આ રેલવે સ્ટેશન અંદાજીત 17 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. જે અંગેની જાહેરાત રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી છે. આ રેલવે સ્ટેશનનો લાભ સીધો જ એઇમ્સમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓને થશે.
આ પણ વાંચો: એઇમ્સ ડાયરેકટરના ઈન્જેકશનના બિનજરૂરી ઉપયોગ પર IMAના પ્રમુખે ETVBharat ને આપી પ્રતિક્રિયા
એઇમ્સ પ્રોજેકટનને પ્રથમ પ્રાથમિકતા: કલેક્ટર
જિલ્લા કલેક્ટર રૈમ્યા મોહને પત્રકારો સાથે વાતચીત કરતા વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજકોટ એઇમ્સનું કામ પુર ઝડપથી થઈ રહ્યું છે. ત્યારે, એઇમ્સ પ્રોજેકટ રાજકોટની પ્રથમ પ્રાથમિકતા રહેશે. એઇમ્સ રાજકોટમાં બનશે એટલે રાજકોટ સહિત અન્ય જિલ્લાઓ અને રાજ્યોના દર્દીઓ અહીં સારવાર માટે આવશે. ત્યારે, આ દર્દીઓને વધુ સવલત રહે તે માટે ખંડેરી નજીક રેલવે સ્ટેશન બનાવવા અંગેનો નિર્ણય વિચારણામાં છે.