- જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા
- રાજકોટમાં સમરસ હોસ્ટેલમાં કરાતી સઘન સફાઈ
- 28 ફ્લોર તેમજ ગ્રાઉન્ડ ફ્લોરની થાય છે રોજે-રોજ સફાઈ
રાજકોટ: સ્વચ્છ અને હવા ઉજાસવાળા વાતાવરણમાં દર્દી ઝડપથી નિરોગી બને છે એટલે જ રાજકોટની ભાગોળે આવેલા સમરસ હોસ્ટેલના 1,000 બેડની કોવિડ કેર સેન્ટર અને ડેડીકેટેડ હેલ્થ કોવિડ કેર સેન્ટરની કુલ 4 વિંગ એ-બી-સી-ડીના તમામ 7 ફ્લોર તેમજ ગ્રાઉન્ડ ફ્લોરની સફાઈ રોજે-રોજ સફાઈકર્મીઓ દ્વારા કરવામાં આવે છે. એક વિંગમાં 7 માળ તેમજ પ્રત્યેક માળ પર 2 વોર્ડમાં 48 બેડની વ્યવસ્થા હાલ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: જૂની પ્રભાત હોસ્પિટલમાં 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
સાફ-સફાઈ 20થી વધુ હાઉસ કિપિંગ સ્ટાફ
ગેલેરી, ટોઇલેટ થતાં બાથરૂમ તેમજ લિફ્ટ સહીત તમામ ફ્લોરની સઘન સાફ-સફાઈ 20થી વધુ હાઉસ કિપિંગ સ્ટાફ દ્વારા નિયુક્ત અધિકારીની દેખરેખ હેઠળ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, સમરસ કેરના સેન્ટર પર દર્દીઓ તેમજ તેમના પરિજનો માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. કહેવાય છે કે, જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ, સમરસના દર્દીઓને સારવાર, સાત્વિક ભોજનની સાથોસાથ વાતાવરણની શુદ્ધિ પૂરુ પાડી તેમના સ્વાસ્થ્યમાં ઝડપી સુધારો આવે તે દિશામાં તંત્ર દ્વારા વિશેષ ધ્યાન આપી પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: કચ્છ યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલનું કોવિડ હોસ્પિટલમાં કરાયું રૂપાંતર