ETV Bharat / city

રાજવી પરિવાર મિલકત વિવાદ, માંધાતાસિંહે ભત્રીજાની વાતને પાયાવિહોણી ગણાવી

રાજકોટના રાજવી પરિવારમાં વારસાઈ મિલકતને લઈને એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે. ગઈકાલે રણશૂરવીરસિંહ દ્વારા કરવામાં આવેલા દાવાને લઇને માંધાતાસિંહે નિવેદન આપ્યું હતું કે તેમની વાત પાયાવિહાણી છે.

રાજવી પરિવાર મિલકત વિવાદ, માંધાતાસિંહે ભત્રીજાની વાતને પાયાવિહોણી ગણાવી
રાજવી પરિવાર મિલકત વિવાદ, માંધાતાસિંહે ભત્રીજાની વાતને પાયાવિહોણી ગણાવી
author img

By

Published : Sep 4, 2021, 7:51 PM IST

  • રાજકોટના પૂર્વ રાજવીના પરિવારમાં મિલકતના ડખા
  • માંધાતાસિંહે ભત્રીજાની વાતને પાયાવિહોણી ગણાવી
  • ભત્રીજા રણશૂરવીરસિંહના દાવાને પાયાવિહોણો ગણાવ્યો

રાજકોટ: રાજકોટના રાજવી પરિવારમાં વારસાઈ મિલકતને લઈને એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે. જેમાં રાજા માંધાતાસિંહના બહેન અંબાલિકા દેવી દ્વારા વારસાઈ મિલકતને લઈને કોર્ટમાં અપીલ કરવામાં આવી છે. જ્યારે અપીલ બાદ હવે માંધાતાસિંહના ભત્રીજા એવા રણશૂરવીર સિંહ દ્વારા પણ રાજવી પરિવારની વારસાઈ મિલકત લમાં પોતાનો હિસ્સો હોવાનું દાવો કરવામાં આવ્યો છે. જેને લઇને તેમના દ્વારા પણ આ મામલે કોર્ટના દ્વાર ખખડાવામાં આવ્યા છે. ત્યારે રણશૂરવીરસિંહ દ્વારા ગઈકાલે જ પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. જેમાં રાજકોટના રાજવી પરિવારની મિલકતમાં પોતાનો હિસ્સો હોવાની વાત રજૂ કરી હતી. જ્યારે તેમણે આ મામલે વહીવટીતંત્ર અધિકારીઓ વિરુદ્ધ પણ લાંચ માગવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે આ મામલે આજે રાજકોટના રાજા માંધાતા સિંહ દ્વારા પત્રકાર પરિષદ યોજીને તમામ બાબતો અંગેનો ખુલાસો કરવામાં આવ્યો હતો.

ભત્રીજા મામલે માંધાતાસિંહે કર્યો ખુલાસો
રાજવી પરિવારમાં છેલ્લાં રાજા એટલે પ્રદ્યુમનસિંહ ત્યારબાદ તેમના પુત્ર મનોહરસિંહ જાડેજા અને મનોહરસિંહ જાડેજાના નાના ભાઈ એવા પ્રહલાદસિંહ જાડેજા છે. જ્યારે મનોહરસિંહજીના પુત્રએ હાલના રાજા માંધાતાસિંહ, જ્યારે પ્રહલાદ સિંહના પુત્ર એટલેઅનિરુદ્ધસિંહ અને તેમના પુત્ર એ રણશૂરવીરસિંહ દ્વારા હાલ રાજવી પરિવારની વારસાઈ મિલકત અંગે પોતાનો હિસ્સો હોવાનો દાવો રજૂ કરવામાં આવ્યો છે. જેને લઇને માંધાતાસિંહ દ્વારા આજે ખુલાસો કરવામાં આવ્યો હતો. તેમને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજવી પરિવારની જે મિલકત છે તે તમામ મિલકત તેમના પિતા અને તેમના પિતાને તેમના પિતા પાસેથી મળી છે. જ્યારે આ તમામ બાબતો દાદા અને પિતાની હયાતીમાં જ કરવામાં આવી હતી. આ સિવાય પણ રણશૂરવીર સિંહના પિતા અનિરુદ્ધ સિંહ અને તેમના પિતા પ્રહલાદસિંહને પ્રદ્યુમનસિંહ દ્વારા તેમના ભાગે આવતી મિલકત આપી દેવામાં આવી છે. જ્યારે રણશૂરવીરસિંહને તેમના પિતા અને તેમના દાદા પાસેથી જ મિલકત મળી ગઈ છે. જ્યારે હાલ રાજવી પરિવારની મિલકતમાં તેમનો કોઈ પણ પ્રકારનો હક્ક કે હિસ્સો નથી.

આ તમામ બાબતો દાદા અને પિતાની હયાતીમાં જ કરવામાં આવી હતી
રણશૂરવીરસિંહના આરોપો પાયાવિહોણા રણશૂરવીર સિંહ દ્વારા ગઈકાલે જ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે રાજવી પરિવાર પાસે કુલ 20 હજાર કરોડ કરતાં વધુની મિલકત હોવાનું જણાવવામાં આવ્યું હતું. જેમાં વિવિધ જમીનો, ખેતરો પેલેસ, રાજવી પરિવારના ઘર, ફ્લેટ સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે. આ સાથે જ રાજવી મહેલમાં રહેલી હીરાજડિત વસ્તુઓ, જવેલરી તેમજ એન્ટીક વસ્તુઓ પણ આ મિલકતમાં છે. આ તમામ વસ્તુઓમાં રણશૂરવીરસિંહ દ્વારા પોતાનો હક્ક હોવાનું દાવો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું છે. જ્યારે આ પરિવારિક મિલકત અંગે તેમને એવું જણાવ્યું હતું કે માંધાતાસિંહ પાસે કોઈ કારણોસર સમય નથી એટલે તેમની સાથે આ બાબતે કોઈ ચર્ચા થઈ નથી. આ તમામ બાબતો સામે આવતા આજે રાજકોટના વર્તમાન ઠાકોર સાહેબ માંધાતાસિંહ દ્વારા આ અંગે ખુલાસો કરવામાં આવ્યો હતો. તેમજ ભત્રીજા રણશૂરવીરસિંહ દ્વારા જે આરોપો લગાવવામાં આવ્યા છે તેને નકારવામાં આવ્યાં હતાં. તેમજ રાજવી પરિવારની મિલકતમાં તેમનો કોઈ પણ પ્રકારનો હિસ્સો ન હોવાનું માંધાતાસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે આ તમામ બાબતોને લઈને ભત્રીજા રણશૂરવીર સિંહ દ્વારા જે પ્રકારે નિવેદન આપવામાં આવ્યું છે તે પણ પાયાવિહોણું અને તથ્ય વગરનું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ રાજવી પરિવારની મિલકત મામલે સીટની રચના કરવાની કુમાર રણશૂરવીરસિંહની માગ

આ પણ વાંચોઃ રાજકોટના રાજવી પરિવારમાં મિલ્કતનો મામલો, અંબાલાદેવીના તરફેણમાં આવ્યો ચુકાદો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.