રાજકોટ શહેરના હુડકો ચોકડી નજીક રિક્ષામાં મહિલા સાથે પ્રવાસ કરી રહેલો એક રોમિયો ભાન (Extortion woman in Rajkot) ભૂલી બેઠો હતો. જેમાં તેમને એક મહિલા પાસેથી તેમનો મોબાઈલ નંબર માગી છેડતી કરી હતી. જેમાં રોષે ભરાયેલી મહિલાએ રાડારાડી કરતા રિક્ષાચાલકે રિક્ષા રોકી દીધી હતી અને આજુબાજુ માંથી લોકો એકઠા થઈ ગયા હતા. છેડતી કરનાર આ યુવકને તમાચા પણ ઝીંકવામાં આવ્યા હતા, ત્યારે આ સમયે રોમિયો મને મારી નાખોનું પણ રટણ કરી રહ્યો હતો. જોકે હાલ આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
રોમિયાની શાન ઠેકાણે લાવી રિક્ષામાં બેઠેલા રોમિયોને લોકોએ બહાર લાવવા ઘણી કોશિશ કરી પણ તે બહાર જ નીકળતો ન હતો. જેથી બાદમાં એક યુવકે તેનો કાઠલો પકડીને બહાર કાઢ્યો હતો અને યુવકે ઉપરા-ઉપરી તમાચાઓ પણ ઝીંકવાનું શરૂ કર્યું હતું. આ યુવકે માર મારી રોમિયાની શાન ઠેકાણે લાવી હતી, ત્યારે રોમિયો આબરૂ જવાના ડરે બોલી રહ્યો હતો કે, જવા દો હવે આવું નહીં કરું, પરંતુ લોકો પણ એટલા જ રોષે ભરાયેલા હતા કે રોમિયો પર તૂટી પડ્યા હતા. જેથી આ તમાશો (Babal near Hudko Chowk in Rajkot) જોવા માટે લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.
મને મારી નાખો લોકોએ રોમિયોને કહી રહ્યા હતા કે તારું ઘર ક્યાં છે, ચાલ તને તારા ઘરે લઈ જવો છે. જોકે રોમિયો ઘરે ખબર પડે તો ધજાગરા થશે તેવા ડરથી પોતાના ઘર વિશે જણાવ્યું ન હતું, ત્યારે લોકોના મારથી રોમિયાએ કહી દીધું હતું કે, મારુ ઘર અહીં નજીકમાં રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં આવેલું છે અને હું ભાડે રહું છું. જોકે બાદમાં રોમિયો આજીજી કરવા લાગ્યો હતો કે, મને છોડી દો અથવા મારી નાખો કારણ કે ઘરે ખબર પડે તો આબરૂના ધજાગરા થવાનો ડર (Woman Extortion beaten in Rajkot) લાગી રહ્યો હતો.
પોલીસ તપાસ કરશે કે નહીં રાજકોટમાં રોમિયોનું રાજ હોય તેમ રોજ-બરોજ આ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. જેમાં શહેરમાં રાત પડે ને રોમિયો જાગે છે અને રોડ-રસ્તાઓ પર આવી જાય છે. જેમાં ક્યારેક બાઈક પર તો ક્યારેક કાર પર જોખમી સ્ટંટ કરી અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂકે છે, ત્યારે આ પ્રકારના વીડિયો વાઇરલ થયા બાદ પોલીસ પણ એક્શનમાં આવી આવા રોમિયોને ઝડપી તેની શાન ઠેકાણ લાવે છે. આ અંગે હાલ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ આ વીડિયો બાદ પોલીસ તપાસ કરશે કે નહીં તે આવનાર સમય જ બતાવશે. Video of Extortion woman in Rajkot, Romiogiri case in Rajkot