ETV Bharat / city

રાજકોટની સુંદરતાને લાગશે ચાર ચાંદઃ આજી નદી પર બનશે રિવરફ્રન્ટ - RMC comissner

રાજકોટ મહાનગરપાલિકાના આજી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને ઝડપભેર આગળ ધપાવવા અંગે શનિવારે મેયર ડો. પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાયેલી હતી. બેઠકમાં ગહન પરામર્શ કરવામાં આવ્યો હતો. જેમાં મીટીંગમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ સહિત અન્ય અધિકારીઓ અને કન્સલ્ટિંગ એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

riverfront-will-be-constructed-on-rajkot-aji-dam
આજી ડેમ પર બનશે રિવરફ્રન્ટ
author img

By

Published : Jun 13, 2021, 1:28 PM IST

Updated : Jun 13, 2021, 2:23 PM IST

  • રાજકોટ શહેરને મળી નવી ભેટ
  • આ ભેટથી શહે થશે વધારે જ સુંદર
  • આજી નદી પર રિવરફ્રન્ટનું થશે નિર્માણ

રાજકોટઃ રાજકોટ શહેર એ આજી નદીનાં કિનારે વસેલું સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર છે. શહેરનાં ઝડપી વિકાસનાં કારણે શહેર આજીનદીનાં બન્ને કાંઠા એટલે કે પુર્વ અને પશ્ચિમ દિશામાં ઝડપભેર વિકસ્યુ છે. જેને કારણે આજી નદી શહેરની વચ્ચેથી પસાર થાય છે. વર્ષો પહેલા આજી નદી બારે માસ વહેતી હતી, પરંતુ વાતાવરણમાં થયેલા ફેરફારો તથા આજી નદી ઉપર બાંધવામાં આવેલા જુદા– જુદા ચેક ડેમોનાં કારણે હાલ માત્ર ચોમાસામાં જ પાણી રહે છે અને વર્ષનાં બાકીનાં સમયમાં પાણી રહેતું નથી. ત્યારે હવે મહાનગરપાલિકાના આજી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને ઝડપભેર આગળ ધપાવવા અંગે શનિવારે મેયર ડો. પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાયેલી હતી. બેઠકમાં ગહન પરામર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ સહિત અન્ય અધિકારીઓ અને કન્સલ્ટિંગ એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

riverfront-will-be-constructed-on-rajkot-aji-dam
આજી ડેમ પર બનશે રિવરફ્રન્ટ

નદીનો 11 કિ.મી.નો બેલ્ટ રાજકોટ મનપાને સુપ્રત

દેશ વિદેશમાં રાજકોટની પ્રતિષ્ઠા વધે તેવા અનેક પ્રોજેક્ટની ભેટ આપી ચુકેલા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શહેરની સુંદરતામાં વધારો કરે અને નાગરિકોને હરવા ફરવા માટે વધુ શાનદાર સ્થળ પ્રાપ્ત થાય તેવા હેતુથી આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની ભેટ આપેલી છે. જે અંતર્ગત આજી નદીનો 11 કિ.મી.નો બેલ્ટ રાજકોટ મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવ્યો છે. આજી નદીમાં ઠલવાતા સુએઝ વોટરને ઇન્ટરસેપ્ટર લાઈન દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી લઈ જવા માટેની કામગીરી હાલ ચાલુ છે.

6 ચેકડેમ અને 3 બેરેજ બનાવવામાં આવશે

આજી રિવર ફ્રન્ટ પ્રોજક્ટ ઝડપથી આગળ ધપાવવા માટે કેન્દ્રના પર્યાવરણ વિભાગનું ક્લીયરન્સ અને રેલ્વે, કલેકટર તંત્ર, વન વિભાગ પાસેથી જરૂરી મંજૂરી તેમજ અન્ય વિભાગોના ક્લીયરન્સ મેળવવાની પ્રક્રિયા ત્વરિત આગળ વધારવા માટેના પ્રયાસ વધુ ઝડપી બનશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 6 ચેકડેમ અને 3 બેરેજ બનાવવામાં આવશે તેમજ આજી–1 ડેમનો ઓવરફ્લો ન હોય ત્યારે પાણી ફરતું રહે તેવા યાંત્રિક સાધનો મુકવામાં આવશે સાથોસાથ પાર્ક્સ એન્ડ ગાર્ડન તેમજ ફૂડ ઝોન પણ બનાવવામાં આવશે.

આ પણ વાંચોઃ સાબરમતી રિવરફ્રન્ટ પર NO PARKING ZONE ન હોવાથી પોલીસ વાહન જપ્ત કરી શકે નહી: હાઈકોર્ટ

1181 કરોડના ખર્ચે પ્રોજેક્ટ પુર્ણ થશે

રાજકોટ શહેરમાંથી પસાર થતી આજી નદીનાં શુધ્ધિકરણ તથા વિકાસનાં આયોજન અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રીવરફન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આજી રીવરફન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કૂલ ખર્ચ આશરે રૂ.1 હજોર 181 કરોડ થશે. વિશેષમાં આજી નદીનાં પુન:વિકાસ માટેનું આયોજન કરી ઝડપથી અમલમાં મુકીને તેને મોનિટરીંગ કરી શકાય તે માટે તત્કાલીન પ્રભારી પ્રધાનની અધ્યક્ષતા હેઠળ ગવર્નીંગ કાઉન્સીલની રચના કરવામાં આવી છે. આજી રીવર રી-ડેવલપમેન્ટ પ્રોજેકટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટ એચ.સી.પી.ડીઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા.લીમીટેડ, અમદાવાદની નિમુણક કરી છે.

આજી રિવરફ્રન્ટની લંબાઈ 11 કિમી

આજી રીવરફ્રન્ટ પ્રોજેક્ટમાં આજી નદીની લંબાઈ આજી-1 ડેમથી રાજકોટ શહેરની ઉત્તર દિશામાં પસાર થતી રીંગરોડ સુધી આશરે ૧૧ કિમી લેવામાં આવેલ છે અને તેમાં દક્ષિણ દિશાની રીંગ રોડથી આજી નદીમાં મળે ત્યાં સુધી ખોખડદડ નદીનાં વિકાસ કામનો સમાવેશ પણ કરવામાં આવેલ છે. આજી નદીની પહોળાઈ ૮૦ મીટરથી ૧૫૦ મીટર સુધીની રહે છે. આજી નદીમાં રીવરફ્રન્ટ માટેના તૈયાર કરાયેલ માસ્ટર પ્લાનમાં જરૂરી ડ્રેનેજ ઇન્ટરસેપ્ટર સીવર, આજી નદીની બંને બાજુ દિવાલ અને એન્ટ્રીનુ કામ, વોટર રીપ્લેનિશ્મેન્ટ માટેનુ નેટવર્ક તથા આજી નદીની બંને બાજુ નવા રસ્તાનું નેટવર્ક સહિતના પ્રોજેક્ટોનું આયોજન હાથ ધરેલ છે.

મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રીયા હાથ ધરાશે

આ પ્રોજેકટના મુખ્ય કામો માટેની અંદાજીત ખર્ચ (15% કંટીજન્સી ખર્ચ સાથે) રૂ.480 કરોડ જેટલું થશે. તથા આજી નદીમાં રીવરફ્રંટ માટે તૈયાર થયેલા માસ્ટર પ્લાનમાં નીચે મુજબનાં વધારાના વ્યાપક અમલીકરણના પ્રોજેક્ટો બનાવવાનું પણ આયોજન છે. જુના રેલ્વે બ્રીજ માટે રીનોવેશન તથા ઉપરોક્ત વધારાના માળખાકીય બાંધકામોનું અંદાજીત ખર્ચ (15% કંટીજન્સી ખર્ચ સાથે) રૂ. 701 કરોડ જેટલું થશે. આમ, સમગ્ર પ્રોજેક્ટનું કૂલ ખર્ચ આશરે 1 હજાર 181 કરોડ જેટલું થવા અંદાજ છે.
હાલ રાજ્યસરકાર હસ્તકની SEAC (STATE LEVEL EXPERT APPRAISAL COMMITTEE) સમક્ષ મંજુરી અર્થે રજૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી જરૂરી મંજૂરી મળ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર ટેન્ડર પ્રક્રીયા હાથ ધરી આ પ્રોજેક્ટને અમલમાં મુકવામાં આવશે.

આ પણ વાંચોઃ આ વખતે રાજકોટ વાસીઓને ઉનાળામાં પાણીની સમસ્યા નહીં સર્જાય

આજી રીવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત નીચે મુજબનું આયોજન

  1. આજી નદીની બંને તરફ આર.સી.સી રિટેઈનીંગ વોલનું કામ
  2. આજી નદીની બંને તરફ ડ્રેનેજ ઈન્ટરસેપ્ટર સીવરનું કામ
  3. આનુસંગિક જરૂરી રોડ નેટવર્કનું કામ

હાલ આજી રીવર રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરાયેલ પ્રગતિની વિગતો :

  1. હાલમાં રામનાથપરા મંદિરના સામેના ભાગે આવેલા મનહરપરા વિસ્તારમાં નદીમાં થયેલા દબાણો દુર કરી નદીની પહોળાઇ પ્રમાણે દિવાલનું કામ પૂર્ણ કરવામાં આવી છે. જેનું ખર્ચ રૂ.16.28 લાખ થયો છે. તથા સદરહુ કોલમ વાળી દીવાલમાં કોલમ વચ્ચેના ખાલી ભાગમાં મશનરીનું કામ હાલ ચાલુ છે જેનું અંદાજીત ખર્ચ રૂ. 17.95 લાખ થશે. જે કામ પૂર્ણ થયુ છે.
  2. ચુનારાવાડ પાસે દુધસાગર રોડ પરનો હયાત બ્રીજની બાજુમાં નવા હાઇ-લેવલ બ્રીજનું કામ પૂર્ણ થયુ છે.
  3. નદીની પૂર્વ તથા પશ્ચિમ બંને કિનારાની ઈન્ટરસેપ્ટર સીવર લાઈનનું કામ ચાલુ છે.

Last Updated : Jun 13, 2021, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.