રાજકોટ: ગોંડલ તાલુકાના નાના ઉમવાડા ગામની સીમમાં રાજકોટ રૂરલ LCBએ રેડ પાડી હતી. જેમાં LCB પોલીસે રૂપિયા 26,24,700ના મુદ્દમાલ સાથે 10 જુગારીની ધરપકડ કરી છે.
લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ PI એમ.એન.રાણા, કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા અને અનિલભાઈ ગુજરાતીને ક્લબ ચાલતી હોવાની બાતમી મળી હતી. જેથી તેમણે આ ક્લબમાં રેડ પાડતાં વિજયસિંહ મંગળસિંહ ઉર્ફે મંગળુ ભા ઝાલાના મકાનમાં યુવરાજસિંહ ઉર્ફે ભુપી જયરાજસિંહ જાડેજા અને કમલેશ સાટોડીયા બહારથી માણસોને ભેગા કરી ક્લબ ચલાવતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી રૂરલ LCB પોલીસે 10 જુગારીની ધરપકડ કરી 26 લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઝડપાયેલા આરોપી
LCB પોલીસે વિજયસિંહ મંગળસિંહ ઉર્ફે મંગળુભા ઝાલા, કમલેશ સાટોડીયા, યુવરાજસિંહ ઉર્ફે ભુપી જયરાજસિંહ જાડેજા, અતુલ ગજેરા, સાગર વસોયા, નાગા જાડેજા, જગદીશ બગડાઇ, અજય બગડાઈ, પીયુષ હિંગરાજીયા અને સમીર સોરઠીયાની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે રોકડ રૂપિયા 3,03,200, રૂપિયા 21,500ની કિંમતના 8 મોબાઈલ ફોન અને વાહન સહિત કુલ 26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.