- રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) તંત્રની સજ્જતા
- કોરોના મહામારીના જે સ્ટ્રેન આવે આપણે લડવા તૈયારઃ સુપ્રિન્ટેન્ડન્ટ
- આગામી સમયમાં ત્રીજી લહેરની શક્યતા અને તૈયારીઓ: Rajkot Civil Superintendent
રાજકોટ: વિશ્વમાં છેલ્લા દોઢ વર્ષ કરતાં વધુ સમયથી કોરોના મહામારીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. કોરોનાના કારણે દેશમાં લાખો લોકોના મોત થયાં છે. જ્યારે અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવીને સાજા થયાં છે. જ્યારે કોરોનાની બીજી લહેર પણ એટલી જ ઘાતક સાબિત થઈ હતી. પરંતુ ભારતમાં હવે કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્ય સરકાર સાથે તમામ જિલ્લાઓની સરકારી હોસ્પિટલો પણ કોરોનાની ત્રીજી લહેર (new strain of Corona) સામે લડવા તૈયાર થઈ છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) તંત્ર પણ કોરોનાની ત્રીજી લહેર (Corona Third wave ) સામે લડવા સજજ થયું છે.
રાજકોટમાં ICU બેડની સંખ્યા વધારવામાં આવશે
કોરોનાની ત્રીજી લહેર (new strain of Corona) ભારતમાં આવવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. જેના ભાગરૂપે અલગ અલગ હોસ્પિટલમાં ત્રીજી લહેર સામે લડવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) પણ હોસ્પિટલતંત્ર દ્વારા ICU બેડની સંખ્યા વધારવામાં આવશે. હાલ 230 જેટલા ICU બેડ છે જેને વધારવામાં આવશે અને 250 જેટલા કરવામાં આવશે. જ્યારે કેન્સર હોસ્પિટલમાં ICU બેડની સંખ્યા 60 કરવામાં આવશે. આ સાથે જ સમરસ હોસ્પિટલમાં અત્યાર સુધી ICU બેડ નહોતાં. પરંતુ ત્યાં પણ ICU બેડની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં 30 જૂન સુધીમાં મ્યુકરમાઇકોસિસના કેસ (Mucormycosis Case) નહિવત થવાની આશા: સિવિલ સુપ્રિટેન્ડેન્ટ
કોઈ નવા સ્ટ્રેન સામે લડવા તૈયાર- Rajkot Civil Superintendent
કોરોનાની બીજી લહેર દરમિયાન ભારતના કેટલાક રાજ્યમાં કોરોનાનો નવો સ્ટ્રેન (new strain of Corona) જોવા મળ્યો છે. આ ડેલ્ટા પ્લસ સ્ટ્રેનના (Delta Plus Strain) ગંભીર લક્ષણ પણ સામે આવી રહ્યાં છે. ત્યારે આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. આર.એસ ત્રિવેદીએ (Rajkot Civil Superintendent) જણાવ્યું હતું કે રાજકોટમાં કોરોનાનો નવો સ્ટ્રેન આવે તો સિવિલ હોસ્પિટલ તંત્ર તેના સામે લડવા માટે તૈયાર છે. જેના માટે સિવિલ હોસ્પિટલ પાસે મજબૂત સ્ટાફની ટીમ છે. તેમજ અમે વહીવટી તંત્રની મદદથી ત્રીજી લહેર માટે અલગ અકગ જગ્યાએ બેડ અને ICU બેડની સંખ્યામાં વધારો કરી રહ્યાં છીએ.
કોરોના સામે સાવચેતી રાખીએ તો ત્રીજી લહેરથી બચી શકાય
Rajkot Civil Superintendent ડો. આર.એસ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે ભલે હાલ અનલોકમાં હોઈએ પણ આપણે કોરોનાની ગાઇડલાઈનનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ. જ્યારે માસ્ક અને કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો આ તમામ બાબતોનો ખ્યાલ રાખવામાં આવશે તો ચોક્કસ આપણે આગામી સમયમાં આવનાર ત્રીજી લહેર (Corona Third wave ) સામે બચી શકીશું. જ્યારે ત્રીજી લહેરમાં બાળકો પર વધુ અસરની શક્યતાઓ અંગે જણાવ્યું હતું કે ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થાય તો આપણે બાળકો માટે અત્યારથી જ 200 બેડની કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં વ્યવસ્થા કરી છે.
આ પણ વાંચોઃ છૂટછાટ મળતા રાજકોટવાસીઓ બેકાબૂ : રસ્તા પર ટ્રાફિકજામ, લોકો માસ્ક વગર પણ જોવા મળ્યા