- બડા બજરંગ ફાઉન્ડેશન થેલેસેમિયાગ્રસ્ત બાળકોને રક્ત પહોંચાડવાનું કરે છે કાર્ય
- છેલ્લા 2 વર્ષથી કાર્યરત છે બડા બજરંગ ફાઉન્ડેશન
- રક્તદાનએ જ મહાદાન વાક્યને સાર્થક કર્યુ
રાજકોટ: થેલેસેમિયા પીડિત બાળકો માટે ઉમદા કાર્ય કરતા રાજકોટમા રક્તદાનએ જ મહાદાન વાક્યને સાર્થક કરતા અને કોઈ પણ વ્યક્તિને લોહી આપવું એટલે તેને નવું જીવન આપવા બરાબર છે, ત્યારે રાજકોટના એક એવા ફાઉન્ડેશને જે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ઓછામાં ઓછી 10 સેકેન્ડમાં રક્ત પહોંચાડે છે. જ્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળકો ને વારંવાર રક્તની જરૂર પડતી હોય છે, ત્યારે રાજકોટમાં છેલ્લા 2 વર્ષથી કાર્યરત બડા બજરંગ ફાઉન્ડેશન થેલેસેમિયાગ્રસ્ત બાળકોને રક્ત પહોંચાડવાનું કાર્ય કરે છે. ઓછામાં ઓછી 10 સેકેન્ડ અને વધુમાં વધુ 3 કલાકમાં બડા બજરંગ ફાઉન્ડેશનના કાર્યકરો થેલેસેમિયાગ્રસ્ત બાળકોને રક્ત પહોંચાડે છે.
થેલેસેમિયાગ્રસ્ત બાળકોને રક્ત જલ્દીથી મળી જાય તે માટે તેમણે વ્હોટસએપ પર 3 ગ્રુપ બનાવ્યા
એટલે જ કહેવાય છે કે, રક્તદાન એ મહાદાન છે. આ જ સુત્રને સાર્થક કર્યું છે રાજકોટના એક એવા ફાઉન્ડેશને જે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને રક્ત જલ્દીથી મળી જાય આ માટે તેઓએ વ્હોટસએપ પર 3 ગ્રુપ બનાવ્યા છે. જેમાં જરૂરિયાતમંદ બાળકો માટે બ્લડની વ્યવસ્થા કરવામાં આવે છે. મોટાભાગે તો વ્હોટસએપ ગ્રુપમાં મેસેજ મુકો કે તરત જ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તની વ્યવસ્થા થઇ જાય છે અને તેને 10 સેકેન્ડમા રક્ત પહોંચાડવામાં આવે છે.
2020માં ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પમા 700થી વધુ રક્તની બોટલ એકત્ર કરવામાં આવી
2020માં બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા એક રક્તદાન કેમ્પમા 700થી વધુ રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી. આ રક્તદાન કેમ્પમાં જમા થયેલ રક્ત થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જલ્દીથી પહોંચે તેવા ઉમદા કામ કરે છે, ત્યારે વધુમાં રાજકોટ સિવાય જામનગર, ગોંડલ, મોરબી, ગીર સોમનાથ સહીત ઘણા અલગ અલગ જિલ્લા હોય કે ગામડા ઓછામાં ઓછી 10 સેકેન્ડ અને વધુમાં વધુ 3 કલાકમાં બ્લડ પહોંચાડવાનું કાર્ય કરે છે.