રાજકોટ શહેરનાં કોઠારીયા રોડ પર આવેલા મંદિરનાં મહંત વેરો ભરવા પરચુણનો (Temple Saint filled tax with Coins) ઢગલો લઈ પહોંચ્યા હતા જેમાં હંમેશની માફક પ્રથમ તો મનપા કર્મચારીએ આ પરચુરણ સ્વીકારવા ઈન્કાર કર્યો (Rajkot Municipal employee did not accept Coins) હતો. જો કે ત્યારબાદ મામલો અધિકારીઓ સુધી પહોંચતા બેંકની સાથે વાત કરી અંતે પરચુરણનો સ્વીકાર કરી ટેક્સ લેવામાં આવ્યો હતો અને કોર્પોરેશનમાં આ ચિલ્લર સ્વીકારીને વેરાની પહોંચ આપવામાં આવી હતી ત્યારે હાલ આ વાત સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે.
રૂપિયા 1300 જેવો વેરો આ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટ શહેરના કોઠારીયા મેઇન રોડ (Kotharia Main Road Rajkot) પર હુડકો પોલીસ ચોકી નજીક આવેલા મારૂતી મંદિરના મહંત હેમેન્દ્ર ભટ્ટ સવારે ટોકરીમાં સિકકા લઇને વેરો ભરવા આવ્યા હતા. જેમાં અહીં ભકતો દ્વારા જે રીતનું ચિલ્લર સાથેનું દાન આપવામાં આવે તે એકઠુ કરીને તેઓ સિવિક સેન્ટરમાં પહોંચ્યા હતા. રૂપિયા 1300 જેવો વેરો તેમને ભરવાનો હતો. જેનું બીલ પણ સાથે હતું. આ મહંત જે ચિલ્લર લઇને આવ્યા હતા. તેમાં 50 પૈસા (Rajkot Pujari paid taxes with 50 paisa coins) રૂપિયા 1, 2, 5 અને 10 ના સિકકા સામેલ હતા. જેને લઈને મનપા કર્મચારીએ આ વેરો સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.
અધિકારીનો વ્યવહારૂ રસ્તો પૈસા સ્વીકારવાની ના પાડતા બાદમાં મહંત ટેકસ વિભાગના આસીસ્ટન્ટ મેનેજર (Assistant Manager of Tax Department) રાજીવ ગામેતી પાસે ગયા હતા. ત્યાં ફરી રજુઆત કરી હતી. જેને લઈને તેમને થોડીવાર બેસાડી બેંકમાં પૂછપરછ કરવામાં આવી હતી. અંતે અધિકારીએ વ્યવહારૂ રસ્તો કાઢીને પરચુરણ સ્વીકાર્યું હતું. આ બાદમાં વેરો લઇ પહોંચ આપવામાં આવતા મહંત ત્યાંથી નીકળ્યા હતા. આ પહેલા પણ મહંત મંદિરનો વેરો ભરવા ચિલ્લર લઇને આવેલા છે. રકઝક થઇ છે ત્યારે દર વર્ષે મામલો સિવિક સેન્ટરમાંથી અધિકારીઓ (Civic Centre Officers ) સુધી પહોંચે છે. વેરો સ્વીકારવામાં આવે છે ત્યારેફરી એક વાર આ ઘટનાનું પુનરાવર્તન જોવા મળ્યું હતું.
સિકકા સ્વીકારવા કોઇ ઇન્કાર કરી ન શકે રાજકોટ શહેરમાં અનેક જગ્યાએ, બજારમાં, કચેરીઓમાં આવા સિકકા સ્વીકારવામાં આવતા નથી. તેમાં પણ રૂપિયા 10ના સિકકા સ્વીકારવામાં આનાકાની મામલે તો રીઝર્વ બેંક, ગ્રાહક સુરક્ષા મંડળ સુધી ફરિયાદો થતી રહે છે. વાસ્તવમાં સરકાર માન્ય સિકકા સ્વીકારવા કોઇ ઇન્કાર કરી ન શકે. તેવું સરકાર જાહેર પણ કરે છે, ત્યારે આ દરમિયાન વધુ એક વખત કોર્પોરેશનમાં પરચુરણ સ્વીકારી પ્રેરણારૂપ કામગીરી કરવામાં આવી છે.