- રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાંજો વેચતો ઈસમ રાજકોટમાંથી ઝડપાયો
- છેલ્લા 6 મહિનામાં રાજકોટ સહિતના જિલ્લામાં કર્યું હતું વેચાણ
- 8 કિલોગ્રામ ગાંજા સાથે એક ઇસમની ધરપકડ
રાજકોટઃ રાજકોટ તાલુકા પોલીસે 8 કિલોગ્રામ ગાંજા સાથે એક ઇસમની ધરપકડ કરી છે. પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સયાજી હોટલ નજીક એક ઈસમ શંકાસ્પદ જણાઈ આવતા પોલીસ દ્વારા તેની ઝડતી લેતા તેના થેલામાથી 8 કિલોગ્રામ ગાંજો ઝડપાયો (8 kilograms of vid seized)છે. જેને લઈને તાલુકા પોલીસ દ્વારા ઇસમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી અને તેની વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : આણંદ જિલ્લો બન્યો નશાનું હબ: 4.195 કિલોગ્રામ નશીલા પદાર્થ સાથે એક ઝડપાયો
છેલ્લા 6 મહિનામાં રાજકોટ સહિતના જિલ્લામાં વેચાણ
તાલુકા પોલીસે ઝડપી પાડેલ ઈસમ અગાઉ પણ અનેક ગુનાઓમાં સામેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેને લઈને પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. યુનુસ બહાદુરભાઈ સુમરા નામના ઇસમની વધુ પૂછપરછમાં સામે આવ્યું છે કે તેે છેલ્લા 6 મહિનાથી આ ગાંજાના વ્યવસાયમાં આવ્યો છે. તેમજ તેણે અત્યાર સુધીમાં રાજકોટમાં વિવિધ 4 જેટલી જગ્યાએ આ માદક પદાર્થની ડિલિવરી કરી છે. જ્યારે રાજકોટ સિવાય અન્ય જિલ્લાઓમાં પણ તેને ગાંજો સપ્લાય કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : સુરત: કરંજ નજીક માંડવી પોલીસે રીક્ષામાંથી 10કિલો ગાંજો ઝડપ્યો
પોતાની પાસે ઇલેક્ટ્રિક રિપેરીંગનો સામાન રાખતો ગાંજાનો આરોપી
રાજકોટ પોલીસે 8 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડેલ યુનુસની વધુ પૂછપરછમાં સામે આવ્યું છે કે તે ઇલેક્ટ્રિકનું રિપેરીંગ કામ જાણતો હોય ત્યારે પોતે ગાંજાની ડિલિવરી દરમિયાન ઇલેક્ટ્રિક રિપેરિંગના સાધનો પોતાની પાસે રાખતો હતો. તેમજ પોતે ઇલેક્ટ્રિક કામ કરે છે તેવું તમામ લોકોને કહેતો હતો અને બાદમાં ગાંજો સપ્લાય કરતો હતો. હાલ પોલીસે ઈસમ પાસે રહેલ 8 કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજો કબ્જે કર્યો છે. તેમજ ઇસમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.