રાજકોટઃ યુક્રેનની હાલની પરિસ્થિતિને (Ukraine Russia War) ધ્યાને લઈ યુક્રેનમાં વસતા ભારતીય લોકો તેમ જ વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવા (Rescue of Indian students from Ukraine) માટે ભારત સરકાર અને વિદેશ મંત્રાલય તમામ શક્ય પ્રયત્નો કરી રહ્યું છે. તેના અનુસંધાને યુક્રેનના ચેર્નિવત્સીમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓને રોમાનિયાની સરહદેથી એર ઈન્ડિયાના વિમાન દ્વારા મુંબઈ અને દિલ્હી ખાતે લાવવામાં આવ્યા છે, જેમાંના સાત વિદ્યાર્થીઓ રાજકોટ આવી પહોંચ્યા (Rajkot Students return from Ukraine) છે.
આ પણ વાંચો- Russia Ukraine War : અનેક ફ્લાઈટ્સ ભારતના લોકોને યુક્રેનથી એરલીફ્ટ કરશે : રાજેન્દ્ર ત્રિવેદી
7 વિદ્યાર્થીઓ રાજકોટ પહોંચ્યા
યુક્રેનથી રાજકોટ આવી પહોંચેલા (Rajkot Students return from Ukraine) વિદ્યાર્થીઓનું ધારાસભ્ય ગોવિંદ પટેલ, મેયર ડો. પ્રદીપ ડવ તેમ જ કલેકટર અરુણા મહેશબાબુએ અભિવાદન કર્યું હતું. વિદ્યાર્થીઓના વાલીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. બાળકો સાથે તેમનું મિલન થતા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. પરંપરા મુજબ તેમની માતાઓએ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું.
આ પણ વાંચો- Operation Ganga: યુક્રેનમાંથી અત્યાર સુધીમાં 2,000 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા, સરકારનો દાવો
આ વિદ્યાર્થીઓએ આવ્યા પરત
પ્રથમ બેચમાં રાજકોટ પરત ફરેલા (Rescue of Indian students from Ukraine) વિદ્યાર્થીઓમાં ઓમ સંજીવ જાની, ક્રિસાંગ વિશ્વેશ મહેતા, જેન્સી સંજયકુમાર ભેટારિયા, ભવ્ય વિપુલભાઈ ચગ, ધારા વોરા (ગોંડલ) તેમ જ હેપી ભલાણી રાજકોટ આવી પહોંચ્યા (Rajkot Students return from Ukraine) છે. જ્યારે દામિની રાઠોડ તેમના વતન જસદણ પહોંચી ગઈ છે.
જિલ્લા કલેકટરે વિદ્યાર્થીઓ સાથે કરી ચર્ચા
વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ સુખરૂપ ભારત વતન પરત ફરવા બદલ ભારત સરકાર અને તમામ પ્રશાસનનો આભાર માન્યો હતો. યુક્રેનથી હેમખેમ પરત ફરેલા (Rescue of Indian students from Ukraine) વિદ્યાર્થીઓને તેમના સંપર્કમાં અન્ય કોઈ વિદ્યાર્થીઓ હોય તો તેમની માહિતી પણ આપવા જિલ્લા કલેકટર મહેશ બાબુે જણાવ્યું હતું. તેથી તેમને પણ ખૂબ ઝડપથી ભારત પરત લાવી શકાય. અત્યારે વિદ્યાર્થીઓની તબિયત સ્વસ્થ છે. હજી અન્ય 8 બાળકો દિલ્હીથી પરત આવી રહ્યા છે. તેમ કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું.