- Rajkot Social Security Departmentએ બાળકનું પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન
- બાળક બિહારનું હોવાનું સામે આવ્યું
- બિહારના નાલંદા જિલ્લાના દેવીસરાય ગામમાં રહે છે
રાજકોટ: તારું નામ શું છે બેટા ? ક્યાં રહે છે ? અહીં કેવી રીતે આવી ચડ્યો ? સહિતની 14 વર્ષીય બાળકની સમાજ સુરક્ષાના અધિકારીઓ દ્વારા કાળજીપૂર્વકની પૂછપરછના અંતે બાળક પંકજ પ્રમેન્દરપ્રસાદ જણાવે છે કે, તે બિહારના નાલંદા જિલ્લાના દેવીસરાય ગામમાં રહે છે. તેના પિતાએ ઠપકો આપતા ઘરેથી ભાગી ગયો હતો. અહીં રાજકોટમાં 10 દિવસથી રહે છે. કોઇએ આ બાળકને જોઈ ચાઈલ્ડ હેલ્પ લાઈન 1098 (શ્રી પૂજિત રૂપાણી ટ્ર્સ્ટ)માં જાણ કરતા પંકજને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : રાજકોટ જિલ્લાની ઉપલેટા સરકારી હોસ્પિટલ ખાતે ઓક્સિજન જનરેશન પ્લાન્ટ ઇન્સ્ટોલ
બિહારમાં બાળકના પરિવારનો ટેલિફોનિક સંપર્ક સાધ્યો
આ અંગે સુરક્ષા વિભાગના અધિકારી એમ.એન.ગોસ્વામી વિશેષમાં જણાવે છે કે, જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનની રાહબરી હેઠળ અમે બાળક વિષે વધુ માહિતી મેળવી તેના વતન બિહારમાં તેમના પરિવાર સાથે ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો. સંપૂર્ણ ઓળખ અને ખરાઈ મળ્યા બાદ તેમના પરિવારને તેમનો બાળક રાજકોટ સહીસલામત હોવાનું જણાવ્યું હતું. તેમજ બાળકને અનુકુળતાએ પરત લઈ જવા વિનંતી કરી હતી. બાળક વગર છેલ્લા દસ દિવસથી બેચેન બનેલા બાળકના પરિવારજનો પોતાનો દીકરો સહી-સલામત હોવાની ભાળ મળતા ખુશ થઇ ગયા હતા. બાળકને લેવા તેમના પરિવાજનો રાજકોટ આવી પહોંચ્યા હતાં.
આ પણ વાંચો : રાજકોટમાં લારી રાખવા બાબતે 2 વેપારી વચ્ચે જાહેરમાં મારામારી, 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત
સમાજ સુરક્ષા અધિકારીઓએ બાળકને પરત સોંપ્યો
ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (Child Welfare Committee)ના ચેરમેન રક્ષાબેન બોળીયા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ગોસ્વામી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસની હાજરીમાં બાળકનો કબ્જો તેમના પરિવાજનોને સોપવામાં આવ્યો હતો, ત્યારે તેમના પરિવાજનોએ ભાવુક બની તમામ સંસ્થાઓનો આભાર માન્યો હતો. સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓએ નાગરિકોને જાહેર અપલી કરતાં જણાવ્યું હતું કે, કોઇ પણ બિનવારસી કે ખોવાયેલું બાળક મળી આવે તો ચાઈલ્ડ હેલ્પ લાઈન 1098, પોલીસ 100 કે સમાજ સુરક્ષા એકમ, રાજકોટને 0281-2458590 પર જાગૃત નાગરિક તરીકે જાણ કરી કોઈના પરિવારને ખંડિત થતો બચાવી સમાજ સેવાનું કાર્ય કરવું જોઇએ.